GUJARAT માં ચૂંટણી પહેલા બદલીનો ગંજીફો ચિપાયો, 133 PI ની બદલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ બદલીઓનો ગંજીફો ચિપાવાનો શરૂ થઇચુક્યો છે. IAS IPS અધિકારીઓની તોળાતી બદલી પહેલા નીચલા સ્તરમાં પણ બદલીઓ શરૂ થઇ ચુકી છે. જે અંતર્ગત અગાઉ PSI ની બદલીઓ થઇ ચુકી છે. જો કે હવે PI ઓની બદલી આજે કરી દેવામાં આવી હતી. ગુજરાતમાં આજે કુલ 133 પીઆઇની બદલીને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી હતી.

અમદાવાદ, રાજકોટ,વડોદરા અને સુરતનાં લગભગ PI ની બદલી
રાજકોટમાં 3 સહિત રાજ્યનાં 133 પીઆઇની બદલી કરી દેવાઇ છે. શહેરી વિસ્તારનાં લગભગ તમામ પીઆઇની બદલી કરી દેવાઇ હતી. સુરત, અરવલ્લી, જૂનાગઢ, ગીર સોમનાથમાં નવા 6 પીઆઇની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચ પીઆઇ જે.વી ધોળાની ભુજ, બી ડિવિઝનના એમ.સી વાળાની સુરત શહેર, એ ડિવિઝન સી.જી જોશીની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના મોટા ભાગના PI ની બદલી કરી દેવાઇ
આ ઉપરાંત અમદાવાદ શહેરનાં આર.આર બંસલ, વાય આર વાઘેલા, એન એલ દેસાઇ, એમ.એચ પુવાર, એ.જી જાદવ, આરએમ સરોદે, વી.એ દેસાઇ, એચ.એન રાઠોડ, એ.પી પરમાર, પી.જે ચુડાસમા, એ.એસ સોનારા, એમ.એ દેસાઇ, યુ.વી બારવ, એનડી ચૌધરી, જે.એસ ઝામરે, ડી.બી વાળાની જિલ્લા બહાર બદલીઓ કરી દેવાઇ હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT