ગુજરાતના એક જિલ્લાનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ નથી! જાણો રસપ્રદ ઈતિહાસની કહાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/ જુનાગઢઃ ભારતના ગુજરાત રાજ્યમાં એક જિલ્લો એવો છે જેનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ નથી. હા તમે જે વાંચ્યુ એ સાચ્ચુ જ છે. સમગ્ર ભારત દેશના નાગરિકો જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યનો જિલ્લો એટલે કે જુનાગઢનો ઈતિહાસ કઈક અલગ જ છે. આ લોકો ભારતીય તો છે પરંતુ જુનાગઢને આઝાદી 9 નવેમ્બરે મળી હતી. ચલો જુનાગઢનાં સમગ્ર ઈતિહાસ પર નજર કરીએ…

પાકિસ્તાન જુનાગઢ પર કબજો કરવા સજ્જ હતું…
જ્યારે ભારત દેશને આઝાદી મળી ત્યારે જુનાગઢ નવાબના શાસન હેઠળ હતું. મોહમ્મદ મહાબત ખાન કે જે જુનાગઢના નવાબ હતા, તેઓ ઈચ્છતા હતા કે તેઓ સમગ્ર પ્રદેશને પાકિસ્તાન સાથે જોડી દે. જોકે નવાબના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પણ જુનાગઢને પોતાની સાથે જોડવા માટે મહેનત કરી રહ્યું હતું. જોકે આ દરમિયાન આઝદી સમયે જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા. ત્યારપછી લોકશાહીના ભાગરૂપે પહેલીવાર જનતાને મત આપી જુનાગઢને પાકિસ્તાનમાં જોડવું કે નહીં એનો નિર્ણય લેવા જણાવાયું હતું.

ADVERTISEMENT

જુનાગઢમાં મોટાભાગના મત ભારતની તરફેણમાં પડ્યા…
આ મતદાનમાં લાલ અને લીલી એમ 2 પેટીમાં મતદાન કરવાનું હતું. આ દરમિયાન જુનાગઢમાં પાકિસ્તાનની તરફેણની મતપેટીમાં માત્ર 91 મત જ પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે તે સમયે મુઘલોની વસતિ 91થી ઘણી વધારે હતી. છતા મોટાભાગના લોકોએ જુનાગઢને ભારતમાં જ રહેવાના પક્ષમાં મત આપ્યા હતા.

ADVERTISEMENT

આરઝી હૂકુમતની ટૂકડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન…
ભારત અને પાકિસ્તાનમાંથી કોની સાથે જોડાવવું એની ચૂંટણી સમયે આરઝી હકૂમતની ટૂકડીએ મોટું યોગદાન આપ્યું હતું. સરદાર પટેલે અખંડ ભારતનું સપનાને લઈને આરઝી હૂકુમતે એકપછી એક કુતિયાણા, માણાવદર, વંથલી સહિતના વિસ્તારોને ભારતમાં જોડવા કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન સરદાર પટેલે જનતાને સંબોધિત કરી ભારતમાં જોડાવવા જ અપિલ કરી હતી. ત્યારપછી તેમના ભાષણની અસર પણ જોવા મળી અને મોટાભાગના મત ભારતની તરફેણમાં આવ્યા હતા.

ADVERTISEMENT

પાકિસ્તાનની નજર જુનાગઢ પર કબજો કરવાની છે…
નોંધનીય છે કે 9 નવેમ્બરે જુનાગઢને ભારત સાથે જોડવા માટે કરાર પત્ર પર હસ્તાક્ષર કરવાની કવાયત હાથ ધરાઈ હતી. આ દિવસે જુનાગઢ સત્તાવાર રીતે તમામ વિવાદોને એળે મુકી ભારત દેશ સાથે જોડાઈ ગયો હતો. આ જ કારણોસર અત્યારે જુનાગઢનો સ્વતંત્રતા દિવસ ભારત કરતા અલગ છે.

ગત વર્ષે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનનો નકશો જાહેર કર્યો હતો. આમાં જુનાગઢ તેનો અભિન્ન ભાગ તરીકે હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલાવરે પણ વડાપ્રધાન મોદીને ધમકી આપી હતી કે જુનાગઢ તો પાકિસ્તાનનું જ છે અને તેના પર અમે કબજો કરીશું.

    follow whatsapp

    ADVERTISEMENT