કોરોના અપડેટઃ ગુજરાતમાં એક્ટિવ કેસો 6 હજારને પાર, 24 કલાકમાં 1 હજારથી વધુ લોકો પોઝિટિવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1012 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે દર્દીઓનો રિકવરી રેટ પણ 98% ટકા સુંધી પહોંચી ગયો છે. આજે શનિવારે કોવિડ સંક્રમણથી કુલ 954 દર્દીઓ સાજા થયા છે જ્યારે અમદાવાદના 2 લોકોનાં મોત નીપજ્યાં છે. તેવામાં આંકડાઓની વાત કરીએ તો ગુજરાત રાજ્યાનાં મહાનગરો પછી કચ્છ જિલ્લામાં પણ કેસ વધતાં ચિતાં વધી ગઈ છે.

અમદાવાદમાં 312 કેસ નોંધાયા
અમદાવાદ શહેરની વાત કરીએ તો કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં શનિવારે 312 વધુ પોઝિટિવ કેસ નોંધાય છે. ત્યારપછી રાજ્યમાં બીજા નંબર પર 79 કેસ સાથે વડોદરા, સુરતમાં 48 તથા ગાંધીનગરમાં 28 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ જો રિકવરી રેટની વાત કરીએ તો રાજ્યામાં અત્યારે કુલ 6274 એક્ટિવ કેસ છે, જેમાંથી 12 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

વેક્સિન અંગે જાગૃતિ આવી

ADVERTISEMENT

  • રાજ્યની અંદર 18 વર્ષથી વધુ ઉંમર હોય તેવા 3843 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોસ લઈ લીધો છે.
  • 18 વર્ષથી વધુ ઉંમરનાં 10820 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
  • 18-59 વર્ષની ઉંમર હોય તેવા કુલ 516829 લોકોએ કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈ લીધો છે.

    follow whatsapp

    ADVERTISEMENT