'પૈસા દો, પેપર લો', NEET કૌભાંડ મામલે કેન્દ્ર સરકાર પર ગુજરાત કોંગ્રેસ નેતાના ગંભીર આક્ષેપ
NEET-UG 2024 Scam: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે.
ADVERTISEMENT
NEET-UG 2024 Scam: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે. તેના પરિણામો 30 જૂન સુધીમાં આવશે, જોકે સુપ્રીમ કોર્ટે NEETના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ પહેલા NEETના પેપર લીક થવાનું કારણ આપીને NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ સુપ્રીમ કોર્ટે NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે NEET પરીક્ષામાં કથિત કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
સરકાર જવાબદારીથી ભાગી રહી છેઃ મનીષ દોશી
સરકારને આડેહાથ લેતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, NEET આપનાર 24 લાખ અને ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનટીએ (NTA)ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે.
ADVERTISEMENT
મનીષ દોશીએ પૂછ્યું- કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી?
મનીષ દોશીએ કહ્યું કે, શું NEET નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, 19 લોકોની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી? શા માટે છુપાવી રહ્યાં છે? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ?
'કોના છોકરાને ડોક્ટર બનાવવા આચરાયું કૌભાંડ'
તેમણે જણાવ્યું કે, 24 લાખ વિદ્યાર્થીઓ NEET આપે છે ત્યારે માર્કસ અને રેન્કના આ ખેલમાં સફળતા માટે રાત દિવસ મહેનત કરનારના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. દેશમાં NEETના કૌભાંડ, ગોલમાલ, કોના સંતાનોના ફાયદા માટે, બરોડામાં કેટલા સમયથી ગોઠવણ થતી હતી? માલેતુજારના લોકોના છોકરાઓને ડોક્ટર બનાવવા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગોધરા સહિતની શાળામાં થયેલ NEET કૌભાંડમાં શાળા અને વડોદરાના કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિતના મુદ્દે બીજા ક્યા ક્યા મોટા મોટા માથા સંકળાયેલા છે ? બીજી કઈ શાળાઓમાં સમગ્ર ગોઠવણો ગેરરીતી ચાલતી હતી?
ADVERTISEMENT
કોંગ્રેસે કરી ફોરેન્સીક તપાસની માંગ
NEET માટે રજિસ્ટ્રેશન 9/02/2024થી 9/03/2024 જે પાછળથી ખાસ કિસ્સામાં 16/03/2024 રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી?NEET પરિણામ 10 દિવસ પહેલા આપવા પાછળ NTA સત્તાધીશો કેમ જવાબ આપતા નથી? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEET ના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના કોણે ઘડી? ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા પ્રધાનમંત્રી 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEET માટે ક્યારે ચર્ચા કરશે? NTAએ સુપ્રિમકોર્ટમાં નોર્મલાઈઝેશનની આપેલી પ્રથમ વખતના જવાબની થિયરી કોના ફાયદા માટે અને કોના બચાવ માટે હતી? કોંગ્રેસ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT