ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, રાજસ્થાન ચૂંટણીના કારણે વ્યસ્ત
ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો હતો. આંતરિક જુથવાદ ચરમ પર છે. ધારાસભ્યો અને સીટોની વહેંચણી મુદ્દે અસંતોષ વચ્ચે ગુજરાત કોંગ્રેસનો શરમજનક…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો હતો. આંતરિક જુથવાદ ચરમ પર છે. ધારાસભ્યો અને સીટોની વહેંચણી મુદ્દે અસંતોષ વચ્ચે ગુજરાત કોંગ્રેસનો શરમજનક પરાજય થયો હતો. જેના કારણે ગુજરાત ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ રઘુ શર્માએ રાજીનામું ધરી દીધું હતું.
મલ્લિકાર્જૂન ખડગે દ્વારા પરોક્ષ રીતે રાજીનામાનો સ્વિકાર
જો કે આજે મલ્લિકાર્જૂન ખડગે દ્વારા તેનો પરોક્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. ખડગેએ જણાવ્યું કે, રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. હવે કોંગ્રેસ નવા વ્યક્તિની નિમણુંક અંગે વિચારી રહી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ચૂંટણી આવી રહી છે ત્યારે રઘુ શર્મા તેમાં વ્યસ્ત છે. રામ કિશન ઓઝાને કોંગ્રેસના નવા પ્રભારી બનાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
હાથ સે હાથ જોડો અભિયાનની પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત
અત્રે નોંધનીય છે કે, હાથ સે હાથ જોડો અભિયાનની પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પ્રભારી મિલિન્દ દેઓરાને બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભારત જોડો યાત્રા અનુસંધાને તેના સક્સેસર તરીકે ભારત જોડો યાત્રાનું આયોજન થઇ રહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી
આ અંગે રઘુ શર્માએ જણાવ્યું કે, ગુજરાતમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારીને મે ગુજરાત પરિણામ જાહેર થયું તે દિવસે જ રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ચૂંટણી આવી રહી છે તેના કારણે હું રાજસ્થાનમાં વ્યસ્ત છું. આજે માત્ર ઔપચારિક વાત કરવામાં આવી છે.
ADVERTISEMENT