ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આંખોની સારવાર કરાવવાની જરૂર છે: ગોપાલ ઇટાલિયા
ગાંધીનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરમાં પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. જો કે આમ આદમી…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરમાં પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. જો કે આમ આદમી પાર્ટી ખુબ જ લડાયક મુડમાં જોવા મળી રહી છે. લગભગ તમામ વિધાનસભામાં પોતાના ઉમેદવાર ઉતારવાની સાથે સાથે દરેક સીટો પર આક્રમક રીતે આગળ પણ વધી રહી છે. ભાજપ પણ તેના કારણે અસહજ થઇ ચુકી છે. તેવામાં આમ આદમી પાર્ટી પર કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા
ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ક્યાંય પણ દેખાઇ નથી રહી. માત્ર તે ડોળ કરી રહી હોવાનો મત્ત ગુજરાત કોંગ્રેસ પ્રભારી દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે તેનો વળતો જવાબ આપતા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતા રઘુ શર્માને આપ ક્યાંય દેખાઇ નથી રહી તો તેમણે આંખોની સારવાર કરાવવાની જરૂર છે.
રઘુ શર્માએ એસી ઓફીસમાંથી બહાર આવવાની જરૂર
ગુજરાત કોંગ્રેસમાં તેઓ જેની પાસેથી માર્ગદર્શન લેતા હોય તે નેતાને બદલવાની જરૂર છે. ગુજરાત કોંગ્રેસ અને તેના નેતાઓએ એસી ઓફીસ અને સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર આવવાની જરૂર છે. આ આભાસી દુનિયામાં તેઓ છેલ્લા દાયકાઓથી રાચી રહ્યા છે. જેના કારણે પોતે ગ્રાઉન્ડ પર નથી તેથી ગ્રાઉન્ડ પર રહેલી પાર્ટી તેમને દેખાતી નથી.
ADVERTISEMENT
ટ્વીટર પર ચૂંટણી જીતી શકાતી નથી તેના માટે ગ્રાઉન્ડ પર ઉતરવું પડે
સોશિયલ મીડિયામાંથી બહાર આવશે તો તેમને ખબર પડશે કે, આમ આદમી પાર્ટી લોકો સુધી નહી પરંતુ લોકોના દિલ સુધી પહોંચી ચુકી છે. ભ્રષ્ટ ભાજપને આ વખતે ઉખાડી ફેંકવા માટે લોકો કટિબદ્ધ છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના વચનો પર લોકોને વિશ્વાસ છે. જેથી આમ આદમી પાર્ટીની સરકાર આવવાની છે. લોકોને ભાજપના દુશાસનમાંથી મુક્તિ મળવાની છે.
ADVERTISEMENT