ગુજરાત કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે કર્યું બંધનું એલાન, કાર્યકર્તાઓમાં જાહેરાત મુદ્દે ભારે કચવાટ
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો હવે સક્રિય થતા જઇ રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા આણંદમાં સ્નેહ…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો હવે સક્રિય થતા જઇ રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા આણંદમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ ઘડી કાઢી હતી. મઘ્ય ગુજરાતમાં કોંગ્રેસ પ્રમાણમાં મજબુત છે. જેથી પોતાની તમામ સીટો જળવાઇ રહે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.
મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર બંધનું એલાન
મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારા જેવા મુદ્દાઓ પર હવે ગુજરાત કોંગ્રેસ સક્રિય થઇ ચુકી છે. કોંગ્રેસ દ્વારા હવે ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવશે. મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ પણ હાજર રહ્યા હતા. તેમણે આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અહીં કોંગ્રેસી કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં હતા. અમિત ચાવડાએ આ અંગે બાઇટ આપી હતી.
કાર્યકર્તાઓમાં જાહેરાત કરવામાં આવી તે મુદ્દે ભારે કચવાટ
ચાવડાએ જણાવ્યું કે, મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે બંધનું આહ્વાન કરવામાં આવે છે. 8 થી 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતના લોકો પ્રતિકબંધ રાખે તેવી અમારી અપીલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ કાર્યકર્તાઓમાં જાહેરાત મુદ્દે ભારે કચવાટ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓની ફરિયાદ હતી કે, જાહેરાત પહેલા નેતાઓ ક્યારે પણ કાર્યકર્તાઓને વિશ્વાસમાં નથી લેતા. જાહેરાત કરીને નેતાઓ તો છુટી જાય છે અને જો નિષ્ફળતા મળે તો કાર્યકર્તાઓ પર ઢોળી દેવામાં આવે છે. પરંતુ પહેલાથી જ તેમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT