અયોધ્યા પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, રામલલ્લાના કર્યા દર્શન; રામ મંદિર નિર્માણનું કર્યું નિરીક્ષણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જાપાન અને સિંગાપોરના પ્રવાસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા છે. રામનગરી અયોધ્યામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કર્યા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રામલલ્લાના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. રામલલ્લાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કરવા રવાના

રામ મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ શાહનવાજપુર માઝામાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કરવા રવાના થયા હતા. નવી અયોધ્યા ટાઉનશીપમાં ગુજરાતને 6,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત ભવનની જમીનનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધા મુંબઈ જવા રવાના થશે. મુંબઈ એરપોર્ટથી તેઓ જાપાન જવા માટે ઉડાન ભરશે.

ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. જેમાં એક જાપાન તો બીજો દેશ છે સિંગાપોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિનિયર IAS અધિકારીઓ પણ વિદેશ પ્રવાસે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરશે. જ્યાં તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.

ADVERTISEMENT

27 નવેમ્બરે 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન-સિંગાપુર પ્રવાસે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપુરના પ્રવાસે જશે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઇલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CM ના અધિક મુખ્ય સચિવ-ACS પંકજ જોષી, ઉદ્યોગ-ખાણ વિભાગના ACS એસ.જે હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ઠ પ્રતિનિધી, દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નર આરતી કંવર, ઇન્ટેક્ષ્ટ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને CMના અંગત મદદનીશ નીલ પટેલનો પણ સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT