Gujarat Budget: ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ, નાણામંત્રીએ પ્રૌધોગિકી, આદિજાતિ વિકાસ વિભાગ માટે કઈ કઈ કરી જાહેરાત
નાણામંત્રીએ સતત ત્રીજીવાર રજૂ કર્યું ગુજરાતનું બજેટ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ 2421 કરોડની જોગવાઈ Gujarat…
ADVERTISEMENT
- નાણામંત્રીએ સતત ત્રીજીવાર રજૂ કર્યું ગુજરાતનું બજેટ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ
- વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ 2421 કરોડની જોગવાઈ
Gujarat Budget: ગુજરાતનું 3 લાખ 32 હજાર 465 કરોડ રૂપિયા બજેટ આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ 2421 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજ્યમાં વિશ્વ કક્ષાનું આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઇ.ટી. ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા સંશોધન અને વિકાસને ઉત્તેજન આપવામાં આવશે. વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે.
– સેમિકન્ડકટર પોલિસી અંતર્ગત સહાય માટે 924 કરોડની જોગવાઇ.
– ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે 125 કરોડની જોગવાઇ.
– આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે 40 કરોડની જોગવાઇ.
– ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC)ના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે 102 કરોડની જોગવાઇ.
– નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા 60 કરોડની જોગવાઇ.
– અંદાજિત 450 કરોડના ભારતનેટ પ્રોજેક્ટ ફેઝ-3 હેઠળ રાજ્યથી ગામ સુધીના ફાઈબર ગ્રીડને વધુ અસરકારક બનાવવા રાજ્યના કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરને બાકીના 4860 ગામો સુધી પહોંચાડવા માટે 45 કરોડની જોગવાઇ.
– ગુજરાત IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુકત માનવબળ તૈયાર કરવા 10 કરોડની જોગવાઇ.
– “ડીપ ટેક” પ્રોજેક્ટ દ્વારા આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (AI), મશીન લર્નીંગ (ML), ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IoT) અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ તૈયાર કરવા 25 કરોડની જોગવાઇ.
– બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન, રક્ષણ અને વ્યાપારીકરણ કરવા દરેક જિલ્લામાં આઈ.પી. લેબ અને ઈનોવેશન કેન્દ્રની સ્થાપના કરવા માટે 3 કરોડની જોગવાઇ.
ADVERTISEMENT
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ
ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ ભાષણમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.
શૈક્ષણિક ઉત્કર્ષ
– આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ 52 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ.
– અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ.
– આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન.
– સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 269 કરોડની જોગવાઈ.
– સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની જોગવાઇ.
– પ્રિ-મેટ્રિકના આશરે 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 176 કરોડની જોગવાઈ.
– દૂધ સંજીવની યોજના અંતર્ગત 150 કરોડની જોગવાઇ.
– ધો.1 થી 8 માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ.
– અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત ૩૯૦૦ વિદ્યાર્થીઓ માટે `૨૩ કરોડની જોગવાઇ.
– ધો.9 માં અભ્યાસ કરતી અંદાજે 39 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા 21 કરોડની જોગવાઈ.
– ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા 14 કરોડની જોગવાઈ.
– રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડની જોગવાઈ.
ADVERTISEMENT
આર્થિક ઉત્કર્ષ
– મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ 134 કરોડની જોગવાઈ.
– કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ.
– આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ.
– માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા 17 કરોડની જોગવાઈ.
– આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ.
– સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ.
– આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્ક લોન પર સહાય આપવા માટે 6 કરોડની જોગવાઇ.
ADVERTISEMENT
અન્ય
– અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 33 કરોડની જોગવાઇ.
ADVERTISEMENT