Gujarat Budget: ગુજરાત સરકારના 3.32 લાખ કરોડના બજેટમાં શિક્ષણ વિભાગને શું મળ્યું?, કેવો છે વિકાસનો રોડમેપ

ADVERTISEMENT

Gujarat Budget 2024-25
Gujarat Budget 2024-25
social share
google news
  • નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ
  • વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ કરાયું રજૂ
  • શિક્ષણ વિભાગ માટે વર્ષ 2024-25 માટે 55,114 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું

Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. આજે નાણામંત્રી દ્વારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવાામં આવ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે આટલું બજેટ ફાળવવામાં આવ્યું

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે, જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. વધુમાં 6 હજાર શાળાઓમાં 1 લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે, જ્યારે બીજી 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.

પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ 2023-24 ની બજેટ જોગવાઇમાં 11,463 કરોડના વધારા સાથે આગામી વર્ષે 55,114 કરોડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

• સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ.
• ધોરણ-11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે 250 કરોડની જોગવાઇ.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 3000 કરોડની જોગવાઇ.
• હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા મળી રહી છે.
• વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને સહાય આપવા 160 કરોડની જોગવાઇ.
• બિન આદિજાતિ વિસ્તારની 8 અને આદિજાતિ વિસ્તારની 2 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે 134 કરોડની જોગવાઇ.
• રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે 101 કરોડની જોગવાઇ.
• શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 30 કરોડની જોગવાઇ.
• માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઇ.
• સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા `૧૯૮ કરોડની જોગવાઈ.
• સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત i-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે 42 કરોડની જોગવાઈ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT