Gujarat Budget: ધો.9-10ની વિદ્યાર્થિનીઓને મળશે 10 હજાર રૂપિયા, જાણો શું છે આ યોજના
નમો લક્ષ્મી યોજનાના થકી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મળશે પ્રોત્સાહન નમો સરસ્વતી યોજના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વધશે વ્યાપ ચાલો જાણીએ શું છે ‘નમો…
ADVERTISEMENT
- નમો લક્ષ્મી યોજનાના થકી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મળશે પ્રોત્સાહન
- નમો સરસ્વતી યોજના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વધશે વ્યાપ
- ચાલો જાણીએ શું છે ‘નમો સરસ્વતી’ અને ‘નમો લક્ષ્મી’ યોજના
Gujarat Budget 2024-25: આજે શુક્રવારે ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. આજે ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનું ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ યોજના શું છે અને કોણ તેનો લાભ લઈ શકે છે?
નમો લક્ષ્મી યોજના
પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana) ની જાહેરાત કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
🔸 નમો લક્ષ્મી યોજનાના નવતર અભિગમ થકી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મળશે પ્રોત્સાહન.
🔸 આ યોજના માટે કુલ ₹ 1,250 કરોડની જોગવાઈ.#ViksitGujaratBudget pic.twitter.com/RDvO3ehPhB
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 2, 2024
ADVERTISEMENT
નમો સરસ્વતી યોજના
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી (Namo Saraswati) યોજનાની જાહેરાત કરી હતી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં (STEM) અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11 માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે.
🔸 વિજ્ઞાન ક્ષેત્રે યુવાઓનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતી ગુજરાત સરકાર.
🔸 નમો સરસ્વતી યોજના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વધશે વ્યાપ.
🔸 આ યોજના માટે કુલ ₹ 400 કરોડની જોગવાઈ.#ViksitGujaratBudget pic.twitter.com/xpD8qi1rok
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 2, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT