Gandhinagar News: ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Board Academic Calendar 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે.
ADVERTISEMENT
Gujarat Board Academic Calendar 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે.જેમાં વર્ષ દરમિયાનની શાળાકીય પ્રવૃત્તિઓનું લિસ્ટ છે. ખાસ વાત એ છે કે કેલેન્ડરમાં દિવાળી વેકેશન સહિત જાહેર રજાનું પણ લિસ્ટ આપવામાં આવ્યું છે.
દિવાળી વેકેશન કયારથી પડશે?
શૈક્ષણિક વર્ષ 2024-25 ના કેલેન્ડર મુજબ, પ્રથમ સત્રમાં 108 દિવસ તથા બીજા સત્રમાં 135 દિવસ રહેશે. જેમાં 21 દિવસનું દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે. માટે જો તમે વેકેશનમાં ક્યાંય ફરવા જવા માટેનો પ્લાન કરી રહ્યા હોય તો તમારા માટે મહત્વપૂર્ણ છે. આ સિવાય જો ઉનાળુ વેકેશનની વાત કરવામાં આવે તો 35 દિવસનું ઉનાળું વેકેશન 5 મેથી શરૂ થશે. આખા વર્ષમાં કુલ કેટલી જાહેર રજાઓ આપવામાં આવી છે તેની પણ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે, જો જાહેર રજાઓની વાત કરવામાં આવે તો 18 રજા આપવામાં આવી છે અને સ્થાનિક રજા 6 આપવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યારથી શરૂ થશે બોર્ડની પરીક્ષા?
ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7થી 19મી એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. વર્ષ દરમિયાન પ્રથમ અને બીજા સત્રમાં કુલ 18 દિવસની જાહેર રજાઓ રહેશે.
ADVERTISEMENT