Lok Sabha Elections: 'વિજય સત્યનો જ થશે', ટિકિટ કપાતા ગુજરાત ભાજપના નેતા થયા નારાજ!

ADVERTISEMENT

Lok Sabha Election 2024
ટિકિટ કપાતા ભાજપના નેતાજીનું છલકાયું દર્દ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સાંસદ નારણ કાછડીયાની પોસ્ટે ચર્ચા જગાવી

point

ટિકિટ કપાયા બાદ પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક

point

ગીતામાં લખેલ એક વાતને સંદર્ભ રાખી પોસ્ટ કરી વાયરલ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે કેટલાક ઉમેદવારોને રિપીટ કર્યા છે, તો કેટલાકની ટિકિટ કાપી નાખી છે. અમરેલી બેઠક પરથી ભાજપે ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાનમાં ઉતારાયા છે. ત્યારે સાંસદ નારણ કાછડીયાની સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાંસદ નારણ કાછડીયાએ પોસ્ટમાં શું લખ્યું છે ચાલો જાણીએ આ અહેવાલમાં....

સાંસદની સો.મીડિયો પોસ્ટે જગાવી ચર્ચા

અમરેલી બેઠક પરથી ટિકિટ કપાયા બાદ સાંસદ નારણ કાછડીયાની એક પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કાછડીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર રામકથાકાર મોરારીબાપુનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શન પર લખ્યું છે કે, કોઈ તમારી સાથે કપટ કરે તો પણ હસતા રહેજો.

ADVERTISEMENT

 

કાછડીયાએ શેર કર્યા બે વીડિયો

સાંસદ નારણ કાછડીયાએ અન્ય એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં લખેલું છે કે ગીતામાં લખ્યું છે કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભુ હશે અને અસત્યની ફોજ લાંબી હશે, કારણ કે અસત્ય પાછળ મૂર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. 

ADVERTISEMENT

ADVERTISEMENT

અમરેલીનું રાજકારણ ગરમાયું

સાંસદ નારણ કાછડીયાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અમરેલીનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણીના માહોલ વચ્ચે કાછડીયાનો કોના તરફ ઈશારો છે તે પણ ચર્ચાનો વિષય છે. 

ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી

    follow whatsapp

    ADVERTISEMENT