બહુમતી ન મળતા ગુજરાત ભાજપ મોટા નેતા ભાન ભૂલ્યા, મતદારોને 'શ્વાન' સાથે સરખાવ્યા!
BJP Leader Ratnakar Controversial Tweet : લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ એક બાદ એક નેતાઓ વિવાદમાં આવી રહ્યા છે. ગઈકાલે સુરત ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.
ADVERTISEMENT
BJP Leader Ratnakar Controversial Tweet : લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ એક બાદ એક નેતાઓ વિવાદમાં આવી રહ્યા છે. ગઈકાલે સુરત ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, હજુ આ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ આડકતરી રીતે મતદારોની સરખામણી શ્વાન સાથે કરતા ખળભળાટ મચી ગયો છે. જોકે, તેઓની આ પોસ્ટને લઈને ભારે વિવાદ સર્જાતા તેઓએ તાત્કાલિક આ પોસ્ટને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી નાખી હતી.
ભાજપ નેતાની પોસ્ટથી ખળભળાટ
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે. જોકે, હજુ સુધી નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા નથી, આ પહેલા હવે નેતાઓએ અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની વિવાદિત પોસ્ટથી ઘમાસાણ મચી ગયું છે.
શ્વાનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે આડકતરી રીતે મતદારોની સરખામણી શ્વાન સાથે કરી છે. મહામંત્રી રત્નાકરે 'કેટલું પણ સારું કામ કરવામાં આવે અમુક લોકોને તેના સાથે મતલબ નથી હોતો...' તેવા લખાણ સાથે નવા બની રહેલ રોડ અને તેના પર ચાલી રહેલ શ્વાનનો ફોટો ટ્વીટ કર્યો હતો. આ સાથે જ તેઓએ લખ્યું હતું કે, આ તસવીરથી આપણને એ શિક્ષા મળે છે કે 'શ્વાન'ને 'વિકાસ' સાથે કોઈ મતલબ હોતો નથી.
ADVERTISEMENT
વિવાદ સર્જાતા પોસ્ટ ડિલીટ કરી
તેમની આ પોસ્ટ બાદ ભારે હલચલ મચી ગઈ છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે તે વિસ્તારોના મતદારોને ટાર્ગેટ બનાવીને તેઓએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરી હોવાનું લોકો મુખ ચર્ચાઈ રહ્યું છે. જોકે, તેમની આ પોસ્ટને લઈને વિવાદ સર્જાતા તેઓએ આ પોસ્ટની ડિલીટ કરી નાખી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT