AUDIO CLIP : સાંસદ મનસુખ વસાવાની ઓડિયો ક્લિપ વાયરલ, અભદ્ર ભાષામાં સામાજિક આગેવાન પર વરસ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mansukh Vasava Audio Clip : ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તેમના નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે ફરી એકવાર તેમની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં સાંસદ મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિને સામે અભદ્ર ભાષામાં વાત કરતા હોય તેવી માહિતી મળે છે. જોકે, ગુજરાત તક આ ઓડિયો ની પુષ્ટિ કરતું નથી. આ તરફ હવે ભાજપના દિગ્ગજ નેતાના નામે વાયરલ થયેલ આ ક્લિપને લઈ રાજકારણ ગરમાયું છે.

શું હતો મામલો ?

ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામમાં થયેલા ઝગડા અંગે મદદ કરવા કરજણનાં સામાજિક કાર્યકરે મનસુખ વસાવાને ફોન કર્યો હતો. જેમાં ક્લિપ શરૂ થતાં જ મનસુખ વસાવા તેને કહેતા સંભળાય છે કે, તું બહુ હોશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તેને મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. આગળ આ કથિત ક્લિપમાં સાંસદ મનસુખ વસાવા વધારે ઉગ્રતાથી વાત કરે છે અને કહે છે કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું… આ કિલપમાં કથિત રીતે મનસુખ વસાવા અભદ્ર ભાષામાં વાત કરતાં જોવા મળી રહ્યા છે. જે હાલ સોશિયલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ ક્લિપ વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વાયરલ થયેલી ક્લિપ અંગે ગુજરાત તક કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT