Gujarat Rain: તોફાની વરસાદનું આગમન, રાજકોટ-બનાસકાંઠા થયું જળબંબાકાર, અમરેલીમાં ધસમસતા પાણીમાં ફસાય કાર
Gujarat Rain Update: ગુજરાતમાં 4 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ બાદ હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Gujarat Rain Update: ગુજરાતમાં 4 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ બાદ હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 દરમિયાન 121 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. બપોરે બે કલાકમાં રાજકોટના લોધિકામાં ધોધમાર 4 ઈંચ અને બનાસકાંઠાના ભાભરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ બેટમાં ફર્યા હતા. ભાભરની બજારમાં કેડસમા પાણી ભરાતા વાહનચાલકો અને વેપારીઓને હાલાકી પડી હતી.
આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીની વરસાદની અપડેટ
જિલ્લા
|
તાલુકા | વરસાદ (ઇંચ) |
રાજકોટ | લોધીકા | 3.78 |
બનાસકાંઠા | ભાભર | 3.35 |
રાજકોટ | ધોરાજી | 3.15 |
ખેડા | મહેમદાવાદ | 2.87 |
ખેડા | માતર | 2.32 |
ખેડા | ખેડા | 2.17 |
અમરેલી | લાઠી | 1.85 |
રાજકોટ | જામકંડોરણા | 1.77 |
આણંદ | તારાપુર | 1.73 |
જુનાગઢ | વિસાવદર | 1.46 |
ખેડા | નડિયાદ | 1.38 |
સુરત | ઓલપાડ | 1.26 |
બનાસકાંઠા | દાંતા | 1.1 |
ખેડા | વસો | 1.1 |
ગીર સોમનાથ | સુત્રાપાડા | 1.06 |
Rajkot Rain: ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધોરાજીના ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકળા કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધોરાજીમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. વરસાદને લઈ શહેરમાં અનેક રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજકોટના લોધિકામાં બપોરે 2થી 4 એમ બે જ કલાકમાં 4 ઈંચ વરસાદ ખબક્યો હતો.
ADVERTISEMENT
Banaskantha Rain: ભાભરની બજારમાં કેડ સમા પાણી ભરાયા હતા
હવામાન વિભાગે કરેલી આગાહીમાં આજે બનાસકાંઠા જિલ્લો ઓરેન્જ એલર્ટ પર હતો. આગાહી અનુસાર, ભાભરમાં માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર બજાર પાણીમાં ડૂબી હતી.શાળાએથી વાહનોમાં આવેલા બાળકોને ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
ADVERTISEMENT
ADVERTISEMENT
સોમનાથ મંદિરના નયનરમ્ય દ્રશ્યો
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આસપાસ ધોધમાર વરસાદ વરસતા એવું લાગ્યું કે સોમનાથ મંદિર પર મેઘરાજાએ જળાભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Amreli Rain: અમરેલીમાં ધસમસતા પાણીમાં ફસાય કાર
અમરેલી પંથકમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જિલ્લાના કુકાવાવ તાલુકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. આ દરમિયાન જીથુડી ગામમાં એક કોઝવે કાર ધસમસતા પાણીમાંથી પસાર થવા ગઈ ત્યારે ફસાય હતી. જો કે, ગામલોકો તેઓની મદદ દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી તેમાં સવાર લોકોને બચાવ્યા હતા.
ADVERTISEMENT