GUJARAT નાં સરેરાશ તમામ જળાશયો પાણીથી છલોછલ, સીઝનનો 95 ટકા વરસાદ
ગાંધીનગર : રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ થઇ ચુક્યો છે. રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ 63 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા છે. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા.17 ઓગસ્ટ 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં સરેરાશ 95 ટકા જેટલો વરસાદ નોંધાયો
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
મોટા ભાગના જળાશયો 70 થી 100 ટકા સુધી ભરાયા
જયારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70 થી 100 ટકા, 27 જળાશયોમાં 50 થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT