ગુજરાત ATSનું પોરબંદરમાં મોટું ઓપરેશન, સુરતની મહિલા સહિત આતંકી સંગઠન ISKPના 5 લોકોની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર: ગુજરાતમાં ફરી એકવાર આતંકી હિલચાલનો પર્દાફાસ થયો છે. ગુજરાત ATS દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરથી એક મહિલા સહિત 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. વિગતો મુજબ, આ ચારેય આતંકીઓ શ્રીનગરના રહેવાસી છે અને સુરતની એક મહિલા પણ તેમની સાથે હતી. તમામ પોરબંદરથી દરિયાઈ માર્ગે ઈરાન અને ત્યાંથી અફઘાનિસ્તાન જવાના હતા. સંગઠન ISKFના સભ્યો હતા. આ ખાસ ઓપરેશન માટે DIG દિપેન ભદ્રન સહિત ATSનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો.

પોરબંદરમાં ATS દ્વારા ગુપ્ત ઓપરેશન
પોરબંદરમાં ગુજરાત ATSની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં પોરબંદરમાંથી એક મહિલા સહિત પાંચ લોકો ઝડપાયા હતા. જ્યારે ધરપકડ કરાયેલી મહિલા સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISKPના સક્રિય ગ્રુપના સભ્યો હતા.

દરોડામાં ATSને મળી પ્રતિબંધિત વસ્તુઓ
ATSની ટીમને દરોડા દરમિયાન ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જેમાં ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલી છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે, તેઓને તેમના હેન્ડલર, અબુ મઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા.

ADVERTISEMENT

આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા. જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી કૃત્યમાં ભાગ લેવાના હતા અને શહાદત હાંસલ કરવાની હતી. ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વિડિયો અને દસ્તાવેજોનો કરવામાં આવનાર હતો.

પકડાયેલા પાંચેય આરોપીઓ ISKPમાં જોડાવા માટે ફરાર હતા. તેઓ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમના બોસના કહેવાથી સરહદ પારથી કટ્ટરપંથી બન્યા હતા. DIG દીપન ભદ્રન અને એસપી સુનિલ જોષીના નેતૃત્વમાં પોરબંદરમાં મોડી રાતથી ઓપરેશન શરૂ થયું હતું. ATS પાસે થોડા સમય માટે ઇનપુટ્સ હતા, ત્યારથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તમામને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT