અમદાવાદમાં રથયાત્રા પહેલા આતંકી હુમલાનું ષડયંત્ર? પાકિસ્તાન કનેક્શન ધરાવતા 3 શકમંદ ઝડપાયા
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાની ચાલી રહેલી તૈયારી વચ્ચે આતંકી હુમલાની આશંકા વચ્ચે પોલીસ ખડેપગ સુરક્ષામાં તૈનાત છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાની ચાલી રહેલી તૈયારી વચ્ચે આતંકી હુમલાની આશંકા વચ્ચે પોલીસ ખડેપગ સુરક્ષામાં તૈનાત છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલા 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત ATS દ્વારા કરવામાં આવી હતી. ચંડોળા તળાવ પાસેથી પકડાયેલા આ 3 શકમંદો બાંગ્લાદેશી હતા અને તેમનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે આજે ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ત્રણેય આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયા સાથે સંકળાયેલા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશ પર આ ટોળકીને ગુજરાતમાં યુવાનોને સંગઠનમાં સામેલ કરવાની ટ્રેનિંગ અપાઈ રહી હતી. ગુજરાત ATSને વિદેશોથી આતંકી ફંડ એકઠું કરાયું હોવાના પણ પૂરાવા મળ્યા છે. એવામાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે એ પહેલા શકમંદો મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ATSના હાથે ઝડપાઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT