જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે ગુજરાત ATS એક્શનમાં, મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ
Maulana Mufti Salman Detained: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે આ કાર્યવાહી હેટ સ્પીચ…
ADVERTISEMENT
Maulana Mufti Salman Detained: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે આ કાર્યવાહી હેટ સ્પીચ ફેલાવવા મામલે કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ધરપકડની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
મૌલાનાને ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાના મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ 153A, 505, 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૈલાના મુફ્તીને કસ્ટડીમાં લીધા બાદ રેસ્ટોરન્ટની બહાર સેંકડો લોકો એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એટીએસ મૌલાના સાથે ગમે ત્યારે મુંબઈ છોડી શકે છે.
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું
મૌલાનાએ બુધવારે જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ત્યારથી મૌલાનાની શોધ ચાલી રહી હતી.
ADVERTISEMENT
Today i.e. 04/02/2024 in the early hours of the day, Mufti Salman Azhari's society was surrounded by around 25-30 policemen. After breaking into the house, at around 11:56 AM, Mufti Sahab was detained by the Gujarat ATS, Mumbai ATS and Chirag Nagar Police Station. pic.twitter.com/dDAULfU75z
— Mufti Salman Azhari (@muftisalman_) February 4, 2024
અન્ય બે વ્યક્તિઓની થઈ ચૂકી છે ધરપકડ
આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. અઝહરીએ ધર્મ વિશે વાત કરવા અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાશે તેમ કહીને પોલીસ પાસેથી કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી લીધી હતી. પોલીસે કહ્યું કે, તેના બદલે તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે ગુજરાત ATSએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે.
ADVERTISEMENT
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા (હર્ષદ મહેતા આઈપીએસ)એ જણાવ્યું હતું કે, “મુફ્તીએ બુધવારની રાત્રે જૂનાગઢમાં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપ્યું હતું.” તેનો વીડિયો વાયરલ થયા બાદ, મુફ્તી સહિત બંને આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) હેઠળ FIR નોંધવામાં આવી હતી.”
ADVERTISEMENT
ADVERTISEMENT