ગુજરાત વિધાનસભા હવે મોબાઈલ પર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુટ્યુબ ચેનલનો કરાવ્યો પ્રારંભ
ગાંધીનગર: ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે . રાજ્ય સરકારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વિધાનસભાની કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચે તે માટે યુટ્યુબ ચેનલ શરુ કરી છે. યુટ્યુબ ચેનલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં અંદર થતી કામગીરીની હવે ફોન પરથી યુટ્યુબની ચેનલ પરથી લોકો જોઈ શકશે.
ગુજરાત વિધાનસભાએ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વિડીયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પોહચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વિડીયો કલીપમાં હશે.
ટ્ટીટર, ફેસબુક બાદ યુટ્યુબમાં પણ એન્ટ્રી
કેન્દ્ર સરકારના રસ્તે હવે રાજ્ય સરકાર પણ ટેક્નોલોજી સાથે તાલ મિલાવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે ટેક્નોલોજી ક્ષેત્રે નવું સાહસ કર્યું છે. સરકાર ટેક્નોલોજીની દિશામાં એક કદમ આગળ વધી છે અને હવે ટ્ટીટર, ફેસબુક બાદ યુટ્યુબમાં પણ એન્ટ્રી કરી લીધી છે.વિધાનસભાની કાર્યપ્રણાલી હવે યુટ્યુબ પર જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, મોટાનેતાઓની મળી બેઠક, નવુ શું રંધાઈ રહ્યું છે?
જાણો શું હશે યુ-ટ્યુબ ચેનલ પર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. યુટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુટ્યુબ ચેનલ પર અપલોડ નહીં કરવામાં આવે. જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે કામગીરી યુટ્યુબ પર જોઈ શકાશે પર જોઈ શકાશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT