ગુજરાતની ધરતી પર આજે આ દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવશે, જાણો
ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કરવા અને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓની છેલ્લા કેટલાક સમયથી ગુજરાત તરફ દૌડ જોવા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કરવા અને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓની છેલ્લા કેટલાક સમયથી ગુજરાત તરફ દૌડ જોવા મળી રહી છે. આજે શનિવારે પણ ગુજરાતની ધરતી પર વિવિધ પક્ષોના નેતાઓની અવર જવર તો છે જ. તો આવો જાણીએ કે કયા કયા નેતાઓ આજે ગુજરાતની પ્રજાને સંબોધવાના છે અથવા કાર્યક્રમો કરવાના છે.
ગેહલોત નવસારીમાં
આજે 29 ઓક્ટોબર, આજના દિવસે એટલે કે શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં છે. તેઓ આજે સુરત પહોંચીને ત્યાંથી નવસારી ખાતે હેલિકોપ્ટર દ્વારા પહોંચી નવસારીમાં મોટી જનમેદનીને સંબોધવાના છે. આ કાર્યક્રમ પુરો થયા પછી તેઓ નાથદ્વારા જવાના છે જ્યાં શિવ પ્રતિમા (વિશ્વાસ સ્વરૂપમ) કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જે પછી તેઓ પરત અમદાવાદ આવવાના છે અને અહીં અમદાવાદમાં જ રાત્રી રોકાણ કરવાના છે.
ઓવૈસીને કારણે મેવાણીની ચિંતાઓ વધશે
ગેહલોત ઉપરાંત હમણા ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત પગલા માંડનાર એઆઈએમઆઈએમ (All India Majlis-e-Ittehadul Muslimeen)ના કદાવર નેતા અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાત પ્રવાસ પર છે. તેઓ ગુજરાતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બેઠક વડગામમાં મોટી સભા સંબોધવાના છે. આ ઉપરાંત તેઓ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના બાપુનગરમાં પણ સભા કરવાના છે. ઉલ્લેખનીય છે કે વડગામ બેઠક પર મુસ્લિમ અને દલિત સમાજના મતદારોનો દબદબો છે અને આ મતદારો ઓવૈસી માટે મહત્વના છે. ઓવૈસીની આ સભાઓની અસર આવનારી વિધાનસભા ચૂંટણી દરમિયા જીગ્નેશ મેવાણીના ખાતામાં પડતા મતો પર જોવા મળશે તેવું વિશ્લેષકો માને છે.
ADVERTISEMENT
કેજરીવાલ ડેડિયાપાડાની જનતાને સંબોધશે
આ ઉપરાંત આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં છે. તેઓ આજે ડેડિયાપાડામાં એક જનસભાને સંબોધવાના છે. જે પછી તેઓ આવતીકાલે ગારિયાધાર અને ધોરાજીમાં મોટી જનમેદનીને સંબોધન કરવાના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો વધી રહ્યો છે. સ્વાભાવીક રીતે કોંગ્રેસ અને ભાજપને માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે જ્યાં ગુજરાતમાં વર્ષો નહીં દાયકાઓથી આ બંને પાર્ટીઓનું જ આધિપત્ય હતું ત્યાં હવે વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ છે. જોકે ગુજરાતમાં ત્રીજો મોરચો હંમેશા નિષ્ફળ ગયો છે પરંતુ આ વખતના રાજકીય ગણિતમાં ફેરફાર થશે તેવું રાજકીય પંડીતોને લાગે છે.
વડાપ્રધાન પણ આવતીકાલથી આ લિસ્ટમાં
આમ આજે ગુજરાતની જનતાને રિઝવવા માટે અરવિંદ કેજરીવાલ, ઓવૈસી અને અશોક ગેહલોત મેદાને ઉતર્યા છે. આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ આ યાદીમાં જોડાઈ જવાનું છે. કારણ કે તેઓ પણ 30મીથી 1 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનો ભાગ બનવાના છે.
ADVERTISEMENT
(Urvish Patel)
ADVERTISEMENT
ADVERTISEMENT