ગુજરાતના આ કોર્પોરેશને ઢોરોથી અકસ્માત રોકવા કર્યો નિર્યણઃ એંઠવાડ રસ્તા પર નાખનારને રૂ.500નો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ઢોરોને કારણે અકસ્માતો સર્જાવાની ઘટનાઓને લઈને તંત્રને વારંવાર આરોપીના પાંજરામાં આવી જવું પડતું હતું. જોકે આવા અકસ્માતો માત્ર વડોદરા જ નહીં સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે. પરંતુ અહીં વડોદરા કોર્પોરેશન દ્વારા એક અલગ જ નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી તેની અમલવારી કેવી રહે છે તેના પર તે નિર્ણયની સફળતા અને નિષ્ફળતાનો આધાર છે. હાલમાં આ નિર્ણયની વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા પર ખાણી પીણીના એંઠવાડ ફેંકતા લોકો પર તવાઈ બોલાવી આવા વ્યક્તિઓને રૂપિયા 500નો દંડ કરવાનું નક્કી કર્યું છે.

ઢોર પકડવાના નિર્ણયની હાલત આજે બધા જુએ છે

આપણે પહેલા જ વાત કરી તેમ આ નિર્ણયની અમલવારી પર કોર્પોરેશન કેટલો ભાર મુકે છે તેના પર આ નિર્ણયની સફળતા અને નિષ્ફળતાનો મુખ્ય આધાર રહ્યો છે. આ નિર્ણયને સફળ બનાવવા માટે કોર્પોરેશનની ટીમ સવાર-સાંજ રોડ પર ધ્યાન રાખશે. જોકે અગાઉ જેમ રખડતા ઢોરને પાંજરે પુરવાના કરાયેલા નિર્ણયની હાલત કેવી છે તે તમે સારી રીતે જાણો છો. છેલ્લા ઘણા વર્ષોથી કોર્પોરેશન ઢોર પકડવા માટે કાર્યરત છે પરંતુ તે નિર્ણયની સફળતા તેની અમલવારીના અભાવે જોવા મળી રહી નથી.

‘મૃત્યુ પામેલી પહેલી પત્નીની પુજા કરી શરીરમાં આત્મા પ્રવેશ કરાવતો’ કંટાળીને રાજકોટની પરિણીતાએ મોત વ્હાલું કર્યું

હાલ કોર્પોરેશને જ્યાંત્યાં રસ્તાઓ અને રોડ પર એંઠવાડ ફેંકી દેનારા લોકો પર રૂપિયા 500નો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની પાછળનો તર્ક એ છે કે લોકો એંઠવાડ રોડ રસ્તા પર ફેંકે છે અને તેને કારણે પેટ ભરવા આવા રખડતા પશુઓ રસ્તા પર આવી જતા હોય છે અને ઘણી વખત આક્રમક પણ બનતા હોય છે. જોકે તે તર્કથી લેવાયેલા આ નિર્ણયમાં અમલવારી વધુ મહત્વનો ભાગ ભજવે છે તે પણ તંત્રએ સમજવું જરૂરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT