Gujarat ના આ વિભાગોના 51 સરકારી બાબુઓ પર અપ્રમાણસરની મિલકતની તપાસ શરૂ કરી ACBએ

ADVERTISEMENT

ACB
ACB
social share
google news

અમદાવાદઃ સરકારી નોકરીમાં કાળી કમાણી પર વધુ ધ્યાન આપતા સરકારી બાબુઓને હવે ટેન્સન ઊભું થાય તેવા અહેવાલો સામે આવ્યા છે. ગુજરાતના 51 સરકારી બાબુઓ પર એસીબીની અપ્રમાણસરની મિલકતને લઈને તપાસની તજવીજ શરૂ થઈ છે. ખાસ કરીને ભાવનગરના ડમીકાંડ સહિતની બાબતોમાં સામે આવેલા વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહીને ધ્યાને લેવાઈ છે. આ અંગે તપાસના આદેશ છૂટી ગયા છે.

આ 35 વિભાગોના લાંચિયા કર્મચારીઓ પર થઈ શકે છે કાર્યવાહી
સરકારી વહીવટમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સતત લાંચ રૂશવત વિરોધી બ્યૂરો (એસીબી) દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કામગીરીના ભાગ રૂપે સરકારના તમામ વિભાગોમાંથી લાંચ અને લાંચિઓએ ભેગા કરેલા રૂપિયાઓથી વસાવેલી મિલકતો શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગ રૂપે હાલમાં અલગ અલગ વિભાગમાં લાંચિયાવૃત્તિ કરનારા ઘણા અધિકારીઓ પર સતત નજર છે ત્યારે ખાસ આ 35 વિભાગોમાં અધિકારીઓ કર્મચારીઓ આવક કરતા વધારે જંગમ અને સ્થાવર મિલકત ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરી વિકાસ, શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતઃ તૈયાર કરાશે 10 વર્ષનું સરકારી ભરતી કેલેન્ડર, 2014ના કેલેન્ડરનું શું થયું? જાણો

ક્લાસ 1થી 4ના કર્મચારીઓ પર તપાસની લટકતી તલવાર
આ તમામ વિભાગના 51 એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમના પર તપાસની તલવાર લટકી રહી છે. જેમાં વર્ગ 1, 2, 3, 4 સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ પર સકંજો કસવામાં આવશે. જે પૈકી વર્ગ 1ના 4 અધિકારી, વર્ગ 2ના 12 અધિકારી, વર્ગ 3ના 19 કર્મચારી અને અન્ય એમ અપ્રમાણસરની મિલકતની તપાસ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

ડમીકાંડમાં સંડોવણી
ઉપરાંત ભાવનગરથી ઉજાગર થયેલા ડમીકાંડ મામલામાં સરકારી ભરતીના કૌભાંડમમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના 16 અધિકારી અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર આચરી કાયદેસરની આવકની સામે વધારે સ્થાવર તથા જંગમ મિલકત વસાવી હોવાની સંપૂર્ણ સંભાવનાઓને જોતા તેમની સામે પણ અપ્રમાણસરની મિલકતના તપાસના આદેશ છૂટ્યા છે. આવા શખ્સો અંગે પણ જો આપ જાણકારી ધરાવતા હોવ તો વિસ્તૃત જાણકારી સાથે એસીબીનો સંપર્ક કરી શકો છો.

    follow whatsapp

    ADVERTISEMENT