ગુજરાતમાં અવિરત વરસાદથી 96 ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું, નર્મદા ડેમ છલોછલ થવાની તૈયારીમાં

ADVERTISEMENT

Gujarat Dam
Gujarat Dam
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજ્યના 96 જેટલા ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 19 ડેમ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

point

સરદાર સરોવર ડેમ હાલમાં કુલ કેપેસિટીના 86.97 ટકા સુધી ભરેલો છે.

point

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 105 ટકા વરસાદ નોંધાયો.

Gujarat Dam Water Level: ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લા પાણી-પાણી થયા છે. સાતમ-આઠમના તહેવારમાં પડેલા અનરાધાર વરસાદથી અનેક નદી-નાળા છલકાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવાની નજીક પહોંચ્યો છે. તો રાજ્યના 96 જેટલા ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 19 ડેમ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યના 96 ડેમ હાઈ એલર્ટ પર

સરદાર સરોવર ડેમ હાલમાં કુલ કેપેસિટીના 86.97 ટકા સુધી ભરેલો છે. ડેમમાં પાણીનું લેવલ 134.73 મીટર છે, જ્યારે ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 138.68 મીટર સુધીની છે. આ ઉપરાંત રાજ્યના 207માંથી 77 ડેમો સંપૂર્ણ છલોછલ થઈ ગયા છે. જેમાંથી 96 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આમાંથી મોટા ડેમની વાત કરવામાં આવે તો જામનગરનો Und-I ડેમ અને મોરબીના મચ્છુ-2 ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છોટા ઉદેપુરના સુખી, મહિસાગરના કડાણા ડેમ, મહિસાગરના પાનમ ડેમ, તાપીના ઉકાઈ ડેમ માટે અલર્ટ અને અરવલ્લીના વાત્રક ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.

કયા ઝોનમાં કેટલા ડેમ છલોછલ થયા?

ઉત્તર ગુજરાતમાં આવેલા 15 ડેમમાંથી માત્ર 1 જ ડેમ છલોછલ થયો છે, જ્યારે બાકીના ડેમ હજુ ખાલી છે. કુલ 15 ડેમોમાં 39.48 ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં 17માંથી 6 ડેમ છલકાઈ ગયા છે અને તમામ ડેમોમાં સરેરાશ 87.75 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 78.46 ટકા પાણીનો જથ્થો છે અને 9 ડેમ છલકાઈ ગયા છે. કચ્છમાં 20 ડેમોમાં સરેરાશ 61.39 ટકા પાણી છે અને 9 ડેમ છલોછલ થઈ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 66.45 ટકા પાણી છે અને 52 ડેમો સંપૂર્ણ રીતે છલકાઈ ગયા છે. 

ADVERTISEMENT

કચ્છ ઝોનમાં સીઝનનો 126 ટકા વરસાદ

ગુજરાતમાં ઝોન મુજબ વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 102.65 ટકા, સૌરાષ્ટ્રમાં 116.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 109.20 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ રાજ્યમાં સીઝનનો કુલ 105 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે.

હાઈ એલર્ટ પર મૂકાયેલા ડેમોની યાદી

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT