Gujarat Rain Update: ધરપુરમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ, અમરેલીમાં ડ્રાઈવર સાથે બોલેરો તણાઈ
Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રવિવારે રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઘણા સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા આવી હતી, તો 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે તો અન્ય એક યુવક પાણીમાં તણાઈ ગયો છે.
ADVERTISEMENT
Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રવિવારે રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઘણા સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા આવી હતી, તો 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે તો અન્ય એક યુવક પાણીમાં તણાઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના દોલવણમાં સૌથી વધુ 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે વાલોદમાં 3 ઈંચ, વલસાડના ધરમપુરમાં 3 ઈંચ, અમરેલીના બાબરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલીના કપરાડા, છોટા ઉદેપુરના ક્વાંટમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠી, નવસારીના વાંસદા, સુરતના ઉમરપાડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. તો નર્મદાના તિલકવાડામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલીના બાબરામાં બોલેરો કાર તણાઈ
અમરેલીના બાબરા પંથકમાં બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ ગઈ હતી. સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. ઘટનાના કલાકો બાદ બોલેરોકારના ડ્રાઈવર અમરારામ જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન વખતે કાંટાળી ઝાડીમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો હતો.
ADVERTISEMENT
નર્મદાના ક્વાન્ટમાં યુવક પાણીમાં તણાયો
બીજી તરફ છોટા ઉદેપુરના ક્વાન્ટ તાલુકાના સિહાડા ગામમાં પણ કોજવે પર યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. વિસ્તારમાં ભારે વરસાદના કારણે ધામનવી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. દરમિયાન નરસિંહ રાઠવા નામના 45 વર્ષના વ્યક્તિ કોઝવે પાર કરતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલમાં યુવકની તપાસ કરવામાં આવી રહી છે.
ધરમપુરમાં 4 કલાકમાં 3 ઈંચ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીનો પર્દાફાશ કર્યો હતો. ધરમપુરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો હાલાકી ભોગવવી પડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT