ગુજરાતઃ ભુપેન્દ્ર પટેલની નવી સરકારનો પ્રજાસત્તાક દિવસ બોટાદમાં ઉજવાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદઃ ગુજરાતમાં આ વર્ષે પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહેલી પરંપરા પ્રમાણે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી યોજાવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ચાલુ વર્ષે જ્યારે પ્રજાસત્તાક દિવસ હતો ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથમાં થઈ હતી. વર્ષ 2022માં ગીર સોમનાથમાં ઉજવણી થઈ હતી. હવે જ્યારે ફરી ગુજરાતમાં વધુ એક વખત ભુપેન્દ્ર પટેલની સરકાર બની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્વતંત્ર અને પ્રજાસત્તાક દિવસની વિવિધ જિલ્લાઓમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી તે પરંપરા પ્રમાણે આ વખતે ઉજવણી બોટાદમાં થવાની છે.

PM મોદીએ શરૂ કરી હતી આ પરંપરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં સ્વતંત્ર દિવસ એટલે કે 15મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીએ ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં જઈને રાજ્યકક્ષાની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. જેતે સમયથી સતત ભાજપ સરકાર ગુજરાતમાં છે ત્યારે આ જ પ્રકારે પરંપરા જાળવી રાખવામાં આવી છે અને આ પર્વો પર વિવિધ જિલ્લા, ગામડાઓમાં ઉજવણી થતી રહી છે. અગાઉ 2020માં રાજકોટમાં આ પર્વની ઉજવણી થઈ હતી. તે પછી 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વર્ષ 2021માં દાહોદમાં થઈ હતી અને તેના પછી 2022માં ગીર સોમનાથમાં ઉજવણી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

બોટાદનું તંત્ર તૈયારીઓમાં
ગુજરાતમાં હવે ભુપેન્દ્ર પટેલની સરકાર વધુ એક વખત બની છે, શપથવિધિથી લઈને વિવિધ કામગીરીઓ પણ હવે આટોપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક વખત મુખ્યમંત્રી પદ પર કાર્યભાર સંભાળતાની સાથે ભુપેન્દ્ર પટેલની નવી સરકારનો આ પહેલો પ્રજાસત્તાક દિવસ છે. આ વખતે પણ આ દિવસે રાજ્યકક્ષાના ઉત્સવની કામગીરીનું આયોજન કરી દેવાયું છે જેના માટે બોટાદનું તંત્ર સતત તૈયારીઓમાં જોતરાયેલું છે. જેમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના ઘણા નેતાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે. બોટાદના તંત્ર દ્વારા કચેરીઓમાં તો રોશની અને શણગાર કરવામાં આવશે. બોટાદમાં જાણે જાજરમાન ઉજવણી થશે તેવી તૈયારીઓ થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT