Gujarat 2002 Riot: સુપ્રીમ કોર્ટે કહ્યું 20 વર્ષે અરજીઓ થાય છે, તોફાનને લગતા તમામ કેસ બંધ કરો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા 2002 માં ગુજરાતમાં થયેલા તોફાનોને લગતા તમામ કેસ બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યૂ યુ લલિતની…
ADVERTISEMENT
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા 2002 માં ગુજરાતમાં થયેલા તોફાનોને લગતા તમામ કેસ બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યૂ યુ લલિતની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે, આજે આ ઘટનાને 20 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. તેવામાં હવે આ મુદ્દાઓ પર સુનાવણી કરતા રહેવાનો કોઇ અર્થ નથી. ગુજરાતના તોફાનો અંગેની એક અરજી દાખલ થઇ હતી. આ મુદ્દે નીચલી કોર્ટ 9 માંથી 8 કેસનો ચુકાદો આપી ચુકી છે. જ્યારે નરોડા પાટીયા વાળા એક કેસની સુનાવણી ચાલી રહી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આને લગતા તમામ કેસ બંધ કરવા માટેની અરજી કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું 20 વર્ષ થયા હવે મેરિટ નથી
સુપ્રીમ કોર્ટે 24 જુને ઝાકિયા જાફરી તરફથી PM મોદી સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002 ગુજરાત રમખાણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ અંગે સીટ દ્વારા ક્લીન ચીટ અપાઇ ચુકી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT