રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.00 ટકાએ પહોંચ્યો

ADVERTISEMENT

corona-sixteen_nine
corona-sixteen_nine
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 લોકો સંક્રમિત થયા છે. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 275 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ થયા છે.

1700થી ઓછા એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 68,561 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 1673 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા 12 છે. જ્યારે 1661 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,011 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,57,582 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રિકવરી રેટ 99.00 ટકા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.00 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 60568 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,35,12,129 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અહી એક પણ કેસ નથી નોંધાયો
રાજ્યમાં અમદાવાદ,અમરેલી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, , ડાંગ, દેવવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જાંનાગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, પાટણ, પંચમહાલ, સુરેન્દ્રનગર અને નર્મદામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ, વલસાઢ અને ભાવનગર કોર્પોરેશનમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT