GST વિભાગનો ગુજરાતમાં સપાટો: 52 સ્થળો પર દરોડા કરોડોના બેનામી વ્યવહાર ઝડપાયા
અમદાવાદ : GST વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્યનાં 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી…
ADVERTISEMENT
અમદાવાદ : GST વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્યનાં 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી અટકાવવા માટે ટેક્સ વિભાગ દ્વારા સમયાંતર દરોડા પાડવામાં આવતા રહે છે. ગુજરાતમાં આજે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 8.10 કરોડ રૂપિયાની કરચોરી પણ ઝડપી લેવામાં આવી હતી.
વિવિધ ઉદ્યોગના અલગ-અલગ સ્થળો પર દરોડા
સિરામીક, ભંગાર, મોબાઇલ, કોસ્મેટિક, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસીસ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા વિવિધ 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 સ્થળો પર દરોડાની કામગીરી ચાલી રહી છે. વડોદરાના ડાંડીયા બજાર અને કારેલીબાગના 15 સ્થલો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડાંગ, સાપુતારા અને ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાતના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા
ગાંધીનગર સેક્ટર 21 અને મહેસાણા-રાધનપુર રોડ પર ત્રણ સ્થળો પર દરોડાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંદ રાજકોટના જસદણમાં પણ 1 સ્થળ પર દરોડા પડાયા છે. આ તમામ સ્થળો પરથી મોટા પ્રમાણમાં બેહિસાબી નાણા મળી આવ્યા છે. દરોડા દરમિયાન તપાસ કરતા અનેક બેહિસાબી વ્યવહાર અને દસ્તાવેજી પુરાવાનો પણ અભાવ જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન 8.10 કરોડ રૂપિયાના કરચોરી પણ સામે આવી છે. તપાસમાં હજી પણ અનેક બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT