GST Council: ગુટખા છોડી દો નહી તો સરકાર છોડાવી દેશે, જાણો નવા નિયમની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે આયોજીત જીએસટી કાઉન્સિલની 48 મી બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જીએસટી કાયદા હેઠળ બિન ગુનાહિત ન્યાયાધિકરણોની સ્થાપના કરવા અને પાન મસાલા તથા ગુટખાના બિઝનેસમાં થઇ રહેલી ટેક્સ ચોરી અટકાવવા માટે સિસ્ટમ, જીએસટી પરિષદમાં ચર્ચા થઇ હતી. જો કે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઇ નહોતી.

જીએસટી બેઠકમાં સમય ઓછો હોવાને કારણે તંબાકુ ગુટખા પર ટેક્સ મુદ્દે ચર્ચા
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જીએસટી પરિષદની બેઠકમાં સમય ઓછો હોવાના કારણે તંબાકુ અને ગુટખા પર ટેક્સ મુદ્દે ચર્ચા થઇ શકી નહોતી. નાણામંત્રીએ કહ્યું કે, GST એક્ટમાં ડિક્રિમિનલાઇઝ અંગે નિર્ણય કરવામાં આવ્યો. જેનો અર્થ છે કે, ટેક્સ બાબતે કોઇ ભુલ થઇ હોય તો તેને ગુનો ગણવામાં ન આવે અનેતેની પાસેથી ટેક્સ વસુલી તેને જવા દેવામાં આવે.

જીએસટી કાયદા હેઠળ કેસમાં અભિયોજન કરવાની સીમા બમણી
રિપોર્ટ અનુસાર જીએસટી પરિષદના કેટલાક ગુનાઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. જીએસટી કાયદા હેઠલ કોઇ પણ કેસમાં અભિયોજન શરૂ કરવાની સીમા બમણી થઇને 2 કરોડ રૂપિયા અંગે સંમતી વ્યક્ત કરી છે. રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રાએ આ અંગે માહિતી આપી હતી. જીએસટી પરિષદની બેઠક બાદ રાજસ્વ સચિવે કહ્યું કે, દાળના ભુસા પરથી ટેક્સ હટાવી દીધો હતો. રેવન્યુ સેક્રેટરીએ કહ્યું કે, જીએસટી કાઉન્સિલની 48 ની બેઠકમાં 15 એજન્ડા હતા. એટલા માટે માત્ર 8 એજન્ડા અંગે જ વિચાર થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT