ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરાયેલા ફી વધારા પર મોટી જાહેરાત, ઉમેદવારોને આ રીતે પૈસા મળશે પરત
Government Exam : આજ રોજ ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 જગ્યા માટેની ભરતી જાહેર થઈ ગઈ છે.જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ…
ADVERTISEMENT
Government Exam : આજ રોજ ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 જગ્યા માટેની ભરતી જાહેર થઈ ગઈ છે.જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. સરકારનાં ખાતાનાં વડાઓ અને નિગમની વર્ગ 3 ની 4300 થી વધુ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપ A અને ગ્રુપ B ની પ્રિલીમ અને ફાઇનલ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યુ છે.
ફી વધારા પર ગૌણસેવાના સચિવે આપી માહિતી
આ મામલે ગૌણસેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલ માહતી આપી હતી. તેમણે કહ્યું કે, ગ્રુપ A અને ગુપ B માં પરિક્ષા લેવાશે .જે લોકોને બંને ગ્રુપમાં પરીક્ષા આપવી હોય તો પણ આપી શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે.તથા જે ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે તેમને આ ભરતીમાં અરજી કરવા રૂપિયા 400 અરજી ફી તરીકે ચૂકવવા પડશે અને આ પરીક્ષા આપી તેમને ઓનલાઈન માધ્યમમાં ભરવાની રહેશે. આ ફી ડિપોઝિટ પેટે લેવામાં આવશે પરીક્ષામાં હાજર રહેશે તેને ફી પરત આપવામાં આવશે.પ્રથમ પરીક્ષા પણ MCQ વાળી હશે જે ઓનલાઇન આપવાની રહેશે.
પરીક્ષા ક્યારે લેવામાં આવશે
ગૌણસેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની સંભવિત સમયગાળા વિશે માહિતી આપી. પ્રિલીમ પરીક્ષા મે અથવા જૂનમાં લેવાઈ શકે છે અને તેની મુખ્ય પરીક્ષા ઓગસ્ટમાં લેવાઈ શકે છે.
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં કર્યો છે ફેરફાર
વિગતો મુજબ, ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિ અટકાવવા માટે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પરીક્ષાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને હવે ફોર્મ ભરવા માટે વધુ ફી ચૂકવવી પડશે.
વર્ગ-3ની 188 જગ્યાઓ પર ચાલી રહી છે ભરતી પ્રક્રિયા
ખાસ છે કે, હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્લ-3ની 89 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. આ માટે ઉમેદવારોને 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT