GUJCET Hall Ticket: 31 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, જાણો કેવી રીતે કરી શકશો ડાઉનલોડ

ADVERTISEMENT

GUJCET Hall Ticket 2024
GUJCETની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો?
social share
google news

GUJCET Hall Ticket 2024 Released: આગામી 31 માર્ચ 2024, રવિવારના રોજ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (Hall Ticket) ઓનલાઇન ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે. તમામ ગુજકેટના ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પર જઇને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. 

આજથી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાની શરૂઆત

ગુજકેટ-2024ની પરીક્ષા માટે બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પર ઉમેદવારો પોતાનું એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2024માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ અને જન્મ તારીખની વિગત ભરીને એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

શાળાઓ પણ એક સાથે Hall Ticket ડાઉનલોડ કરી શકે છે

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઈ શાળા ગુજકેટ-2024 માટે Hall Ticket ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. ગુજકેટ-2024 માટેના એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. હોલ ટિકિટ પર સ્કૂલના આચાર્યની સહી-સિક્કા હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે પોતાનું કોઈ એક ફોટો આઇડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

GUJCETની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://www.gseb.org/ પર ક્લિક કરો.
  • GSEBની ઓફિશિયલ વેબસાઇટના હોમ પેજ પર GUJCET Hall Ticket 2024 જેના પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું પેજ ખુલશે. જેમાં તમારી લોગ ઇન ડિટેઇલ ભરો.
  • ગુજકેટ 2024 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.
  • આપની જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.
  • કેપ્ચા કોડ દાખલ કરો.
  • પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે "Search Hall Ticket" બટન પર ક્લિક કરો.
  • આટલું કર્યા બાદ તમારું એડમિટ કાર્ડ અથવા હોલ ટિકિટ તમને સ્ક્રીન પર જોવા મળશે.
  • હોલ ટિકિટને ચેક કરીને ડાઉનલોડ કરી લો. તેમજ તેની એક હાર્ડ કોપી પર કાઢી રાખો જેથી જરૂર પડ્યે બતાવી શકાય.
  • તેમજ ડાઉનલોડ સંબંધિત સમસ્યાઓ માટે ટેક્નીકલ હેલ્પ લાઇન પર સંપર્ક કરો - 8401292014, 8485992014.

    follow whatsapp

    ADVERTISEMENT