GSEB Hall Ticket 2024: ધો. 10-12ના વિદ્યાર્થીઓની હોલ ટીકિટ જાહેર, આ રીતે કરી શકાશે ડાઉનલોડ

ADVERTISEMENT

Gujarat Board Exam Hall Ticket
આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
social share
google news

Gujarat Board Exam Hall Ticket: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની આગામી  11 માર્ચથી શરૂ થનારી પરીક્ષાને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓ હોલ ટિકીટ મેળવી શકશે. જેને લઈ શિક્ષણ બોર્ડ આજે યાદી જાહેર કરવામાં આવી છે.

આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 

આ વખતે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 હજાર જેટલા અને વિજ્ઞાાન પ્રવાહમાં 5,391વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે. વિદ્યાર્થીઓ આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભી લીધી છે અને મીટીંગોનો દૌર શરુ કર્યો છે.

વિધાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે શિક્ષણ વિભાગ સજ્જ 

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. વિદ્યાર્થીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ બાબતોને ધ્યાનમાં લઈ હાલ મિટિંગો અને તૈયારીઓ શરૂ છે. ધોરણ-10ના પરીક્ષાર્થીઓ માટે 86 શાળાના 906 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT