રાજકોટમાં 1 મહિનાથી બાળકને ઉધરસ-કફ નહોતો મટતો, શ્વાસનળીમાં સીંગદાણો જોઈને ડોક્ટર્સ ચોંક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: નાના બાળકો ઘણીવાર રમતા રમતા કોઈ વસ્તુ મોઢામાં નાખી દેવામાં આદત હોય છે. જે બાદ તે શ્વાસનળીમાં ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 1 મહિનાથી બીમાર રહેતો માસુમ ડોક્ચર પાસે લઈ જવામાં આવ્યો ત્યારે તપાસમાં તેની શ્વાસનળીમાં શીંગદાણો ફસાયેલો હોવાનું સામે આવ્યું. બાદમાં દૂરબીનની મદદથી માસુમની શ્વાસનળીમાં ફસાયેલા સીંગદાણાને બહાર કાઢીને તેને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવ્યો.

દોઢ વર્ષનું બાળક 1 મહિનાથી બીમાર હતું
વિગતો મુજબ, રાજકોટમાં એક દંપતી દોઢ વર્ષના બાળક છેલ્લા 10થી વધુ દિવસથી કફ અને ઉધરસની સમસ્યા હતા. એવામાં તેના માતા-પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ ફેર ન પડતા તેઓ ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યા બાળકના ફેફસાનો સિટી સ્કેન કરવામાં આવતા શ્વાસનળીમાં ફેફસા નજીક કોઈ વસ્તુ ફસાયેલી હોવાનું જણાયું હતું. જેના કારણે ફેફસામાં ચેપ લાગતા બાળકને ઉધરસ અને કફની સમસ્યા રહેતી હતી.

શ્વાસ લેવામાં આવતી હતી મુશ્કેલી
તો બીજી તરફ શ્વાસનળીમાં જ સીંગદાણો ફસાતા બાળકને શ્વાસ લેવામાં પણ સમસ્યા આવી રહી હતી. આથી તેને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. ડોક્ટરે બાળકના માતા-પિતાને પૂછ્યું હતું કે તે કંઈ ગળી ગયો છે? પરંતુ તેમને પણ આ અંગે કોઈ ખ્યાલ નહોતો. એવામાં ડોક્ટરે પરિવારને સમજાવી દૂરબીનથી શ્વાસનળીમાં તપાસ કરી ત્યારે સીંગદાણાના કટકા શ્વાસનળીમાં ફસાયેલા દેખાયા. જે બાદ દૂરબીન વડે આ સીંગદાણાને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

નોંધનીય છે કે, બાળકને એક મહિના પહેલા પ્રસાદ તરીકે સીંગ તેના મોઢામાં નાખી હતી. જોકે ત્યારબાદ આ શીંગ તેની શ્વાસનળીમાં ફસાઈ જતા ઘણા દિવસોથી તે પરેશાન હતો. આ શીંગનો દાણો છેક શ્વાસનળી સુધી પહોંચી જતા તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. જોકે તબીબે તેને સાવધાની પૂર્વક બહાર કાઢી લેતા બાળકના જીવનું જોખમ દૂર થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT