GPSC Mains Exam: ઉમેદવારો માટે કામની વાત! નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ADVERTISEMENT

મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ
મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ
social share
google news

GPSC Deputy Section Officer Class 3 Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3ના જીપીએસસી પ્રિલિમ્સ 2023ના પરિણામ 18/03/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. જેની પ્રથમિક કસોટી જીપીસીએસસી દ્વારા 15/10/2024 ના રોજ લેવામાં આવી હતી. એવામાં GPSC દ્વારા DySOની મુખ્ય પરીક્ષાનો (DySO Mains Exam) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 

કુલ 3342 ઉમેદવારો આપશે મુખ્ય પરીક્ષા

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવ્યા છે.

મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ 

23 જુલાઈ : ગુજરાતી ભાષા 
24 જુલાઈ : અંગ્રેજી ભાષા 
25 જુલાઈ : સામાન્ય અભ્યાસ - 1
26 જુલાઈ : સામાન્ય અભ્યાસ - 2

આ પણ વાંચો

ADVERTISEMENT

મુખ્ય પરીક્ષા માટે Online અરજી ક્યારે કરી શકાશે?

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં સફળ થયેલ તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે "Online" અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.26/03/2024 ના રોજ 13:00 કલાક થી તા.09/04/2024 ના રોજ રાત્રે 23:59 કલાક સુધી "Online" અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉકત જગ્યાઓના ભરતી નિયમો, ભરતી (પરીક્ષા) નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધોરણની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષા (લેખિત)માં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈ પણ પત્રવ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT