ચૂંટણી પહેલા યુવાઓને આકર્ષવા સરકારની વધુ એક જાહેરાત, 300 PSI, 9000 LRDની ભરતી થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સરકાર દ્વારા એક બાદ એક જાહેરાતો કરવામાં આવી રહી છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ આજે કરાઈ પોલીસ એકેડમીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની ભરતી મુદ્દે મોટી જાહેરાત કરી છે અને આવતા વર્ષે પણ મોટી સંખ્યામાં પોલીસબેડામાં યુવાઓની ભરતી થશે તેમ જણાવ્યું છે.

આવતા વર્ષે મોટી સંખ્યામાં પોલીસમાં ભરતી થશે
કરાઈ એકેડમીમાં પોલીસ પસંદગીના નિમણૂંક પત્રના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે આવતા વર્ષે રાજ્યમાં વધુ 300 PSI તથા 9 હજાર લોક રક્ષક દળના જવાનોની ભરતી કરવામાં આવશે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વીટ પણ કર્યું હતું અને લખ્યું હતું કે ગુજરાતના યુવાઓ માટે પોલીસ સેવાની સુવર્ણ તક…

 

ADVERTISEMENT

આજે 13000થી વધુ જવાનોને પસંદગી પત્રો અપાયા
નોંધનીય છે કે, આજે કરાઈ એકેડમી ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1202 PSI, 9885 LRD, 62 વાયરલેસ પી.એસ.આઈ. 194 ટેકનિકલ ઓપરેટર સહિત કુલ 11343 જવાનોને પસંદગી પત્રો આપ્યા હતા. ગત વર્ષે જ રાજ્ય સરકાર દ્વારા PSI તથા LRDની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 1382 PSIની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જ્યારે 10,000થી વધુ LRDના પદો માટે પણ ભરતી બહાર પાડવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT