Latest News: દરેક સરકારી કર્મચારી પોતાની સ્થાવર અને જંગમ મિલકત કરવી પડશે જાહેર, ગુજરાત સરકારનો આદેશ
Govt issued circular for all Gujarat Govt employees: ગાંધીનગર રાજ્ય સરકારના વર્ગ 3 ના કર્મચારી અધિકારીઓ માટે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી વર્ગ ૩ના કર્મચારી અધિકારીઓએ પણ પોતાની મિલકતો અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વર્ગ ૩ ના કરાર આધારિત કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે.
ADVERTISEMENT

પગાર સિવાયની બેનામી આવક પર સરકારનો ગાળિયો
આ વખતે 15 મે સુધીમાં ફરજિયાત કર્મયોગી સોફ્ટવેર દ્વારા સરકારના વર્ગ 3 ના કર્મચારી અધિકારીઓએ પોતાની તમામ મિલકતો અને સ્થાવર મિલકતની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ દ્વારા જાન્યુઆરી મહિના સુધીમાં પોતાની સ્થાવર મિલકત દર વર્ષે જાહેર કરવી પડે છે. આવા વર્ગ એક અને વર્ગ બેના કર્મચારીઓને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં ફરજિયાત તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. જો કોઈ કર્મચાર આ પ્રકારની માહિતી આપી શકતો નથી અથવા તો જાહેર ન કરે તો સરકાર દ્વારા પગાર અટકાવવા સહિતના પગલાં ભરવામાં આવી શકે છે. રાજ્ય સરકારના વર્ગ 1 થી વર્ગ 3 ના કર્મચારીઓની વર્ષ દરમિયાન જંગમ મિલકતમાં થયેલા ફેરબદલની પણ નોંધ કરવી પડશે.
પરિપત્રમાં શું કહેવામાં આવ્યું?
રાજય સરકારના તમામ વર્ગ-3 ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ તા.28/2/2024 ના જાહેરનામાથી લાગૂ પાડવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમોના નિયમ 19ના પેટા નિયમ (૧), (૨) અને (૩) ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓએ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂંક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કરતી વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં "કર્મયોગી” સોફટવેરમાં સક્ષમ સત્તાધિકારી/સંવર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT