ગુજરાત પોલીસમાં LRDથી લઈને ASI સુધી, જાણો સરકારે કોને કેટલો પગાર વધારો આપ્યો?

ADVERTISEMENT

પોલીસ કર્મીઓની ફાઈલ તસવીર
પોલીસ કર્મીઓની ફાઈલ તસવીર
social share
google news

સુરત: તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોલીસના પગાર વધારાની વાત કરી હતી, જે બાદ ગ્રેડ પેનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોલીસકર્મીઓ માટે જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને પોલીસકર્મીઓ માટે રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી ખાતે એક કાર્યક્રમમાં LRDથી લઈને ASI સુધીના પોલીસ કર્મીઓના પગારમાં વધારાની જાહેરાત કરી હતી.

કોના પગારમાં કેટલો વધારો?
હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગમાં હાલ LRDને હાલમાં વર્ષે કુલ મળીને 2,51,100 રૂપિયા પગાર મળે છે, નવો પગાર વધારીને 3,47,250 કરાયો છે. કોન્સ્ટેબલનો હાલનો પગાર રૂ. 3,63,660 થાય છે, જે હવે વધીને 4,16,400 રૂપિયા કરાયો છે. હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હાલ 4,36,656 રૂપિયા છે, જે હવે 4,95,394 રૂપિયા કરાયો છે. જ્યારે ASIને વર્ષે રૂ. 5,19,354 મળે છે, તે હવે વધારીને હવે તેમનો વાર્ષિક પગાર 5,84,094 રૂપિયા કરાયો છે.

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું
આ પહેલા મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂ.550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

    follow whatsapp

    ADVERTISEMENT