સરકારની ચિંતા વધી, કર્મચારીઓ આજે માસ CL પર રહેવા અડગ

ADVERTISEMENT

Mass Cl
Mass Cl
social share
google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સંગઠનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલનને ખાળવા માટે ગુજરાત સરકારે તમામ યુનિયનના લીડર અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકના અંતે કેટલાક મુદ્દાઓ પર સહમતી થઈ હતી. 14 મુદ્દાઓ પર સહમતી સધાતા આગેવાનો સાથે ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ પણ આયોજીત હતી. જેમાં અગ્રણીઓ દ્વારા સંતોષાયેલી માંગણીઓ મુદ્દે પણ જાહેરાત કરી હતી. જો કે આ મામલે હવે જેમ જેમ સ્પષ્ટતાઓ થઇ રહી છે તેમ તેમ વિરોધનો વંટોળ વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવા લાગ્યા છે.

કર્મચારીઓ લડી લેવાના મૂડમાં
સરકારની જાહેરાત બાદ 2005 ના કર્મચારીઓ હવે આ મુદ્દે લડી લેવાના મુડમાં છે. આ અંગે આંદોલન પુર્ણ નહી થયું હોવાની જાહેરાતો પણ થઇ રહી છે. દિગુભા જાડેજા પત્રકાર પરિષદ બાદ ગુમ થઇ ગયા હતા. તેવામાં આંદોલનકારીઓ પોતાના સ્ટેટસમાં અમે સાથી છીએ અને પેન્શનનો હક તમામ માટે સરખો છે અને લઇને રહીશું તે પ્રકારનો ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતારી ગયા છે અને સરકારનો આંદોલન ડામવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોય તેમ લાગી રહ્યું છે. સરકારના નિર્ણયથીમોટા ભાગના શિક્ષકો નારાજ હોવાને લઈ અગાઉથી નક્કી કરવામાં આવેલ કાર્યક્રમ શરૂ રાખવાનો નિર્ણય શિક્ષક સંઘે કર્યો છે.

શિક્ષકો માસ સીએલ પર
મહેસાણા જિલ્લાના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતાર્યા છે. શિક્ષકો માસ સીએલ પર જતા પ્રાથમિક શાળાઓમાં તાળા લાગ્યા છે. શિક્ષણ કાર્ય ખોરવાયુ છે. મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ખોરવાયું . શિક્ષકોની સાથે સાથે અન્ય કર્મચારી મંડળો પણ માસ સીએલ જોડાયા. શિક્ષકોના બંને સંઘોએ શિક્ષકોના માસ સીએલ ઉપર જવા અને આંદોલન શરૂ રાખવા પરિપત્ર બહાર પાડ્યા. સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દમયંતિ ચોધરીએ માસ સીએલ બાબતે કહ્યું કે માસ સીએલમાં 2500થી વધુ શિક્ષકો જોડાશે. તથા રાજ્યના તમામ શિક્ષકોને માસ સીએલ કાર્યક્રમ યથાવત રાખવા અપીલ કરી હતી.

ADVERTISEMENT

સરકારના નિર્ણયોને લોલીપોપ ગણાવ્યા
સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓની માંગ સાથે માસ સીએલમાં જોડાયા છે. ભાવનગરમાં એક સાથે 90 ટકા શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. ગુજરાતના સરકારી કર્મચારીની નારાજગી અને સરકારની ભાગલા પડાવો રાજકરોની રાજનીતિ સામે રોષ ભભૂકયો છે. સરકારી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓના પ્રશ્ને સુખદ સમાધાન નહી થતા  માસ સીએલનો કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.  સરકારના નિર્ણયોને કર્મચારીઓને લોલીપોપ સમાન ગણાવ્યા છે. જૂની પેન્શન યોજના, સાતમા પગારપંચના ભથ્થા, ફિક્સ પ્રથા નાબૂદ કરવી, ૧૦-૨૦-૩૦ ઉચ્ચતર પગારધોરણ, નિવૃત્તિ વય મર્યાદા ૫૮ની ૬૦ કરવા સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે સરકારી કર્મચારીઓ દ્વારા સપ્ટેમ્બર માસથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT