મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવા સરકાર લાવશે પોલિસી, હર્ષ સંઘવીએ ખાતરી આપી- એકપણ દોષિતોને છોડવામાં નહીં આવે
તાજેતરમાં બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે ઝેરી દારૂ પીનારા હજુ પણ કેટલાક અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એવામાં…
ADVERTISEMENT
તાજેતરમાં બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે ઝેરી દારૂ પીનારા હજુ પણ કેટલાક અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એવામાં લઠ્ઠાકાંડની આ ઘટનાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી છે. સાથે જ મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવાની પોલિસી પર કામ કરવા વિશે વાત કરી.
હર્ષ સંઘવીએ કહ્યું કે, જો કોઈ શંકાશીલ વ્યક્તિ મળી તો તેને છુપાવવાના બદલે શોધી શોધીને હોસ્પિટલ પહોંચાડવા ગુજરાત પોલીસે તાત્કાલિક પગલા ભર્યા છે. આ જે દુઃ ખદ ઘટના બની તેના માટે લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ ગણતરીના દિવસોમાં જ તેની ચાર્જશીટ ભરશે અને ફાસ્ટટ્રેક કોર્ટના માધ્મમથી જલ્દીથી જલ્દી લોકોને ન્યાય મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં લઠ્ઠો હોય કે કેમિકલ હોય જવાબદારી નક્કી કરવામાં આવશે. જે કોઈ લોકો આમાં જોડાયેલા હશે તે માત્ર પહેલા કેસ પર જ નહીં પરંતુ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હું વિશ્વાસ અપાવું છું કોઈપણ જોડાયેલા વ્યક્તિને આમા છોડવામાં આવશે નહીં. જે વિસ્તારની જવાબદારી જે કોઈ અધિકારીઓની હતી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે આ મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવા માટે પોલિસી પર સરકાર આગળ વધી રહી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી કરતા બોટાદના એસપી કરણરાજ વાઘેલા તથા અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્ર સિંહ યાદવની બદલી કરી હતી, જ્યારે બોટાદ ડીવાયએસપી એસ કે ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળા તથા રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT