અંબાજી નજીક સરકારી શાળામાં દારૂ પીને ભણાવવા આવ્યો શિક્ષક, ગ્રામજનોએ શાળામાંથી હાંકી મૂક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપુત/અંબાજી: ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેનો બોલતો પુરાવો સરકારી શાળાના શિક્ષકે આપ્યો હતો. જ્યારે તેઓ શાળામાં દારૂ પીને આવ્યા હતા અને ગ્રામજનોને તેમને બહાર કાઢ્યા હતા.

ગુરુવારે અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ અજયભાઈ મહેન્દ્રભાઈ દારુ પીને આવતા ગ્રામજનોએ શિક્ષકને શાળા બહાર કાઢ્યા હતા. અંબાજી નજીક આવેલા આ નાના ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા દરમિયાન શાળાના શિક્ષક નશામાં આવતા ગ્રામજનો અને વાલીઓ શાળામાં આવી ગયા હતા. અને આ શિક્ષક ને શાળાની બહાર કાઢ્યા હતા.

અગાઉ પણ દાંતા તાલુકામાં અન્ય શાળામાં શિક્ષક દારૂ પીધેલા અને ફરજ બજાવતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. ત્યારે ગુરુવારે પણ ચીખલા પ્રાથમિક શાળામાં સરકારી શાળાના શિક્ષક નશો કરીને આવતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. હવે જોવાનું રહેશે કે આવા નશો કરતા શિક્ષક ઉપર શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે અને જે પ્રમાણે ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધીની જે વાતો કરે છે તે વાતો આવા શિક્ષકો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યાં છે.

ADVERTISEMENT

શાળામાં વાલીઓ આવ્યા હતા અને તેમને વિડિયો પણ ઉતાર્યો હતો. ચીખલા પીકઅપ સ્ટેન્ડ આગળ શિક્ષક લથડીયા ખાતો જોવા મળ્યો હતો. શું આવી રીતે ભણશે ગુજરાત? ગુજરાતના વિકાસના દાવાની પોલ શિક્ષણ વિભાગમાં આવા શિક્ષકો નશો કરીને ખોલી રહ્યા છે તેવું સાબિત થઈ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT