રાજકોટ: રૂ.5 લાખની લાંચ લેતા પકડાયેલા સરકારી અધિકારીનો ઓફિસના ચોથા માળેથી કૂદીને આપઘાત
રાજકોટ: રાજકોટમાં ગઈકાલે રૂ.5 લાખની લાંચ લેતા પકડાયેલા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં ગઈકાલે રૂ.5 લાખની લાંચ લેતા પકડાયેલા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. CBI દ્વારા ગઈકાલે છટકું ગોઠવીને આરોપી અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ CBIની કસ્ટડીમાં હતા. એવામાં અચાનક ચોથામાળેથી તેઓ કૂદીને આપઘાત કરી લેતા પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઓફિસના ચોથા માળેથી કૂદ્યા સરકારી અધિકારી
ગઈકાલે અધિકારી જાવરીમલ બિશ્નોઈ લાંચ લેતા પકડાતા આખી રીતે તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. એવામાં સિનિયર અધિકારીએ બદનામીના ડરથી ઓફિસના જ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. બીજી તરફ મીડિયા સાથે વાતચીત કરતા અધિકારીના નિકટના સંબંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે CBI દ્વારા જાવરીમલ બિશ્નોઈને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેઓ આપઘાત ન કરી શકે. CBI દ્વારા તેમને ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યા છે.
શું હતો મામલો?
ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટે અરજી કરવામાં આવી હતી. આ માટે તેમણે જરૂરી દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલો ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ઓફિસમાં જમા કરી હતી. જોકે ફોરેન ટ્રેડના અધિકારી DGFT દ્વારા NOC આપવા માટે રૂ.9 લાખની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ફૂડકેનની નિકાસ માટે બેંકમાંથી 50 લાખની ગેરંટી લીધી હતી એવામાં તેને નિકાસ માટે NOC જરૂરી હતી.આથી તેણે અધિકારી જાવરીમલ બિશ્નોને પ્રથમ હપ્તા પેટે રૂ. 5 લાખ આપી દેશે એમ જણાવ્યું હતું.
ADVERTISEMENT
જે બાદ રાજકોટની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ઓફિસમાં ફરિયાદી તેમને પાંચ લાખ આપવા માટે ગયા હતા અને જાવરીમલ બિશ્નોઈએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમણે અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડલી લીધા હતા. સાથે જ અધિકારીના રાજકોટ અને વતનમાં આવેલા ઓફિસ, ઘર સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ADVERTISEMENT