BREAKING: અંબાજીમાં ફરી શરૂ થશે મોહનથાળ? વિવાદનો ઉકેલ લાવવા મંદિર ટ્રસ્ટ સાથે આજે સરકારની બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં 3 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને માઈભક્તો દ્વારા ઘણા દિવસોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આજે મંદિરમાં પ્રસાદના વિવાદનો ઉકેલ આવી શકે છે. અંબાજી ટ્રસ્ટના આગેવાનો સાથે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મધ્યસ્થી બેઠક કરશે. જેમાં બટુક મહારાજ અને મંદિરના સંતો પણ હાજર રહેશે.

મંદિર ટ્રસ્ટ સાથે બેઠક બાદ સરકાર કરી શકે જાહેરાત
ગાંધીનગર ખાતે આજે બપોરે 2 વાગ્યા આસપાસ અંબાજી મંદિરમાં ચાલી રહેલા મોહનથાળ અને ચિક્કીના પ્રસાદના વિવાદ પર બેઠક યોજાવાની છે. ખાસ વાત છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા 3 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાયો હતો. ત્યારથી માઈભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી હિન્દુ સંગઠનો વિરોધમાં આવતા પ્રસાદનો વિવાદ સતત વકરતા સરકાર એક્શનમાં આવી છે. એવામાં હવે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે અને બેઠક બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે.

દાંતા સ્ટેટના રાજવી પરિવારે પણ નિર્ણયનો વિરોધ કર્યો હતો
હિન્દુ સંગઠનો, માઈભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીને ફરી તેને શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે. ત્યારે હવે દાંતાનો રાજવી પરિવાર આ મામલે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માગણી કરી રહ્યો છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારે PMને ટ્વીટ કરીને આ મામલે મધ્યસ્થી કરવા કહ્યું હતું તથા હાઈકોર્ટમાં પણ અરજી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT