મહીસાગરમાં 5 વર્ષથી બનતી સરકારી હોસ્પિટલ હજી અધૂરી, ખાતમુહૂર્ત કરનાર સાંસદની ટર્મ પણ પતવા આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લામાં પાંચ વર્ષથી મંથર ગતિએ નવીન જનરલ હોસ્પિટલ બની રહી છે. ત્યારે આજે બુધવારે પંચમહાલના સાંસદ રતન સિંહ રાઠોડે જિલ્લાના લુણાવાડામાં નિર્માણાધીન થઈ રહેલ 150 બેડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઝડપથી કામ પૂરું કરવા માટે સૂચના આપી હતી.

150 બેડની આ નિર્માણાધીન હોસ્પિટલની મુલાકાતે સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓએ સમીક્ષા કરી હતી. સાંસદે પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના નાયબ ઇજનેર રાકેશ પગી પાસે કામગીરીનો પ્રગતિલક્ષી માહિતી મેળવી કામની ઝડપ વધારવા સૂચના આપી હતી.

150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત 2018માં થયું હતું

અત્રે નોંધનીય છે રૂપિયા 30 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું અને પ્રથમ તબક્કાનું કામ 2019માં પુર્ણ થયું હતું. જો કે બીજા તબક્કાનું કામ વિલંબથી જાન્યુઆરી- 2022માં શરૂ થયું હતું અને આગામી ઓક્ટોબર -2023 ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હોસ્પિટલ કાર્યરત થતાં તત્કાલિક સારવાર વિભાગ, માઈનોર ઓપરેશન થિયેટર, મેજર ઓપરેશન થિયેટર, લેબર રૂમ, લેબર વોર્ડ સાથે, અક્સરે રૂમ, ડાયાલિસિસ રૂમ, ફિઝિયો થેરાપી વોર્ડ, પુરુષ અને સ્ત્રી વોર્ડ જેવી અદ્યતન સુવિધાઓ મળશે.

ADVERTISEMENT

5 વર્ષથી ચાલે છે હોસ્પિટલનું કામ

2018 માં પંચમહાલ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ દ્વારા ખાતમુહૂર્ત કરી નવીન હોસ્પિટલના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ 2023 નું વર્ષ ચાલી રહ્યું છે અને પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે ત્યારે 2020માં જ એક જ ટેન્ડર પ્રક્રિયામાં કામગીરી પૂર્ણ કરી હોત તો કોરોના ના કપરા કાળમાં આ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ હોત. આજે પંચમહાલ સાંસદે બની રહેલ હોસ્પિટલની કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી છે અને આવનાર 2024માં લોકસભાની ચૂંટણીઓ પણ આવશે ત્યારે જોવું રહ્યું કે આટલા લાંબા સમયથી મંથર ગતિએ ચાલતી કામગીરીમાં ઝડપ આવે છે કેમ.

    follow whatsapp

    ADVERTISEMENT