સરકારી કર્મચારીઓને મળશે Good News, ગુજરાત સરકાર આપશે વધુ એક મોટી ભેટ
Gandhinagar News: ગુજરાતના સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળશે. વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘાવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે.
ADVERTISEMENT
Gandhinagar News: ગુજરાતના સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં જ વધુ એક સારા સમાચાર મળશે. વાસ્તવમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘાવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે. ગુજરાત સરકાર કર્મચારીઓના HRAમાં વધારો કરવાનું વિચારી રહી છે.
ભૂપેન્દ્ર સરકારમાં ચાલી રહી છે વિચારણા
ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકાર એચઆરએમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. આપને જણાવી દઈએ કે, ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારે સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો- ગંભીરના હેડ કોચ બનતા જ T20 અને વન-ડે માટે અલગ-અલગ કેપ્ટન બનશે? જાણો કોને મળશે ટીમની કમાન
4 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં કર્યો હતો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
એરિયર્સ પેટે કેટલા ચૂકવાશે?
સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદઅનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
1129.51 કરોડ રૂપિયા ચૂકવશે સરકાર
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો તમામ માહિતી
ADVERTISEMENT