SURAT ત્રિપલ મર્ડર કેસમાં સરકારે SIT ની રચના કરી, ઉદ્યોગપતિઓ સાથે હર્ષ સંઘવીની બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ત્રણ લોકોની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળ્યા હતા. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જોવા મળી રહી છે.

ત્રિપલ મર્ડર મુદ્દે ડીસીપી મહેતાએ કરી જાહેરાત
ત્રિપલ મર્ડર કેસ મુદ્દે DCP હર્ષદ મહેતાએ જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા. 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસ માટે ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે. એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઝડપથી સજા થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

તમામ ઉદ્યોગપતિઓએ પણ આ અંગે બેઠક યોજી
આ ઘટના બાદ ગુહમંત્રી હર્ષ સંઘવીએ ફેક્ટરી માલિક અને અન્ય બે વ્યક્તિઓની હત્યા અંગે સુરત પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જરૂરી તથા ઝડપથી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

નોકરીમાંથી કાઢી મુકવા જેવી સામાન્ય બાબતે હત્યા
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ઉદ્યોગજગતમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે
જો કે આ અંગે કારીગરને માઠુ લાગી ગયું હતું. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ગુહમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાત દિવસમાં આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT