BREAKING: ST વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે કરી પગાર વધારાની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ST Department Employee:  ગુજરાત રાજ્યના એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માંગણીઓ સાથે ચાલી રહેલા આંદોલનનો અંત આવી ગયો છે. ગુજરાત સરકારે એસ.ટી વિભાગના કર્મચારીઓના બાકી રહેલા એરિયર્સ ચૂકવવા સહિતની વિવિધ માંગણીઓને સ્વીકારી છે. જેને લઈને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષ સંઘવીએ સુરત ખાતે સર્કિટ હાઉસમાં એસ.ટી વિભાગના કર્મચારીઓ અને યુનિયનના પદાધિકારીઓ સાથે એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી.

ST કર્મચારીઓની હર્ષ સંઘવી સાથે બેઠક

એસ.ટી વિભાગના કર્મચારીઓ સાથે હર્ષ સંઘવીની બેઠક યોજાઈ. જેમાં નિર્ણય લેવાયો કે કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે. સાથે જ ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર તથા જૂનિયર કર્મચારીઓના પગારધોરણ અને અન્ય બાબતો પર પણ ચર્ચા કરાશે અને ST કર્મચારીઓને સુધારેલ HRA નવેમ્બરથી ચૂકવાશે.

દિવાળીમાં વધુ ભાડુ વસૂતી પ્રાઈવેટ બસ સંચાલકોને ચેતવ્યા

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના દરેક ગામડા સુધી એસ.ટી બસ પહોંચે એના માટે પ્રયત્ન કરી રહી છે. દિવાળીમાં નવી બસો પણ ફાળવવામાં આવશે. સાથે જ હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, દિવાળીમાં જે પ્રાઇવેટ બસોના સંચાલકો લોકો પાસેથી વધારાનો ભાડું વસૂલ કરીને લુંટે છે એ લોકોને ચેતવણી આપી હતી.

ADVERTISEMENT

નોંધનીય છે કે, એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવવા માટે માંગણી કરવામાં આવી હતી. જેમાં એસ.ટીના કર્મચારીઓએ 3 ટકા મોંઘવારી ભથ્થા સહિત 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી. આ એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT