ચકચારી ગોત્રી બળાત્કાર કેસમાં હાઇકોર્ટનો પાવાગઢના ટ્રસ્ટી અને કંપની માલિક સામેનો કેસ રદ્દ કરી, ફરિયાદ ક્વોશ કરવાનો આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ ચકચારી ગોત્રી બળાત્કાર કેસમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. આ કેસમાં આરોપી તરીકે જાહેર થયેલા મુકેશ જૈન અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જામીન અરજી કરવામાં આવી હતી. જે નીચલી કોર્ટે રદ કરતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જે અંગે આજરોજ આદેશ કરવામાં આવ્યો છે.

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી યુવતી
શહેરના ગોત્રી પોલીસ મથકમાં મૂળ હરિયાણાની અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનિંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી હતી. આ કંપનીના મલિક અશોકે જૈને યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને ત્યાં આ યુવતી ઉપર કંપનીના મલિક અશોક જૈન તથા પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ કે જેઓ અશોક જૈનના કલાઇન્ટ છે તેઓએ યુવતી સાથે વર્ષ 2021 માં કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. જે તે સમયે ગૃહ મંત્રાલય સુધી પહોંચેલો આ મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચ્યો હતો. તેના આધારે પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થયા બાદ જામીન અરજી મુકવામાં આવી હતી. જોકે નીચલી કોર્ટે તેને ફગાવી દીધી હતી. જામીન ના મંજુર કર્યા હતા. જે બાદ આ અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ કેસના આરોપી તરીકે જાહેર થયેલા મુકેશ જૈન અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે રાજુ ભટ્ટ જેલ મુક્ત થશે.

કેસ રદ થતા કોઈ પણ સંજોગોમાં બળાત્કાર સાબિત કરવાના અરમાનો પાણીમાં
રાજુ ભટ્ટના વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું કે, આ કેસ હાઈ પ્રોફાઈલ હતો અને પહેલેથી જ અશોક જૈન તેમજ રાજુ ભટ્ટને આરોપી બનાવી દેવાયા હતા. જો કે આ કેસમાં ખૂદ ફરિયાદી જ હોસ્ટાઇલ થઇ હતી અને તેણીએ પોતાની સાથે કઈ જ ન બન્યું હોવાનું જણાવ્યું હતું. તો આ કેસમાં અલ્પુ સિંધીએ જે દાવા કર્યા હતા અને કોઈ પણ સંજોગોમાં કેસ પુરવાર કરવા અને બળાત્કાર સાબિત કરવાના અરમાનો પાર પાણી ફરી વળ્યું છે. હાઇકોર્ટે સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાની સાથે રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આજરોજ આદેશ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT