27 વર્ષમાં કામ કર્યા હોત તો પથ્થર ન મારવા પડતા, નાના બાળકને પથ્થર વાગતા ઈટાલિયાએ રૂમાલ દાબીને કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં જ્યાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જંગ ચાલી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી લોહિયાળ બનતી જોવા મળી રહી છે. થોડા જ દિવસો પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવી જતા લોહીયાળ મારામારી થઈ હતી. બેનર લગાવવાની વાત હોય કે પ્રચારની, સભામાં વધુ ભીડ લાવવાની વાત હોય કે ડિઝિટલ પ્રચારની બંને પાર્ટીઓ અહીં સામ સામે ભરપૂર લડત આપી રહી છે. જોકે ચૂંટણી જ્યાં સુધી શાંતિપ્રિય રીતે પુરી થાય તે વધુ મહત્વનું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીની સભા વખતે પથ્થરમારો થતા એક નાનકડા બાળકને ઈજા થઈ હતી. તુરંત ગોપાલ ઈટાલિયાએ તેને રુમાલ દાબી દીધો હતો અને સભામાં જવાબ આપતા કહ્યું હતું કે, 27 વર્ષ કામ કર્યું હોત તો આવા પથ્થરો ના મારવા પડ્યા હોત. શાંતિથી ચૂંટણી પ્રચાર કરો, તમે તમારી વાત કરો અમે અમારી કરીશું, પણ પથ્થર ન મારશો કોઈને ગંભીર ઈજા થઈ જાય.

આટલો મોટો પથ્થર ઉડતો ના આવે, મારવામાં આવ્યો છેઃ ઈટાલિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આક્રમકતા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. જોકે શાબ્દિક આક્રમકતા સમજી શકાય છે પરંતુ હિંસાનો સહારો લેવો તે ક્યારેય બંધારણીય દૃષ્ટીથી યોગ્ય ગણી શકાય નહીં. હાલમાં જ સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. પોલીસે જે તે સમયે વિસ્તારને કોર્ડન કરીને પગલા લીધા હતા. હવે જ્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની જાહેર સભા સુરતમાં હતી ત્યારે એક નાના બાળકને પથ્થર વાગ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ બાળકને માથાના ભાગે રુમાલ દબાવી દીધો હતો. તેમણે આ દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા અને પથ્થરમારાનો આરોપ પણ ભાજપ પર લગાવ્યો હતો કે આટલો મોટો પથ્થર ઉડતો ન આવે, આ મારવામાં આવ્યો છે અને ભાજપના માણસોને ખબર પડવી જોઈએ કે પથ્થર ગમે ત્યાં વાગે. અહીં નાના બાળકને પથ્થર વાગ્યો છે. તે તો સાવ નિર્દોષ બાળક છે. તેને તો ખબર પણ નથી રાજકારણ શું છે.


આ પથ્થર હું સાચવીને રાખીશ અને 8 ડિસેમ્બરે…: ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ ભાજપને આડેહાથ લેતા કહ્યું કે, 27 વર્ષમાં જો કામ કર્યા હોત તો પથ્થરમારો ન કરવો પડ્યો હોત. પથ્થરો કેમ મારવા પડે છે. તમે કામ કર્યા છે તો તમે કામ પર વાત કરો જનતાને સમજાવો, કે આ કારણે ગોપાલને મત ન આપશો. જો જનતા તમારી વાત સ્વીકારે અને મને મત ન આપે તો તમારું પલડું ભારે નહીં તો મારું. આમાં પથ્થર મારવાની વાત ક્યાં આવી. લોકોને તમારા કામ સમજાવો. હું શિક્ષણની વાત કરું છું, આરોગ્યની વાત કરું છું, મોંઘવારીની વાત કરું છું એટલે પથ્થર મારવાના? આ પથ્થરને હું સાચવી રાખીશ અને 8 ડિસેમ્બરે આ પથ્થર જેવો જ જવાબ આપીશ.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT